બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદન્ના અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ "Thamma" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે "સ્ત્રી" 26 સપ્ટેમ્બરે ધમાલ મચાવશે.
મેડોક ફિલ્મ્સે ટ્રેલર થામાનું રિલીઝ કર્યું છે. જે એક્શન, કોમેડી અને રોમાંસથી ભરપૂર છે. ફિલ્મના એક્શન દ્રશ્યો હોલીવુડ ફિલ્મ જેવા લાગે છે.
ટ્રેલરમાં આયુષ્માન ખુરાનાનું માનવમાંથી વેમ્પાયરમાં રૂપાંતર અને અલૌકિક શક્તિઓના સંપાદનને દર્શાવવામાં આવ્યું છે. રશ્મિકા મંદાના પણ એક્શનમાં જોવા મળે છે અને તેમનો રોમાંસ પણ દર્શાવવામાં આવ્યો છે.
આ ફિલ્મ દર્શકોને ડરાવવાની સાથે મનોરંજન પણ કરાવશે. પરેશ રાવલ આયુષ્માન ખુરાનાના પિતાની ભૂમિકા ભજવે છે, અને બંને વચ્ચેના કોમેડી દ્રશ્યો ખુબ જ જોરદાર છે. ફિલ્મ "થામા" દિનેશ વિજન અને અમર કૌશિક દ્વારા નિર્મિત છે અને આદિત્ય સરપોતદાર દ્વારા દિગ્દર્શિત છે.
મેડોકે ઘણી હોરર-કોમેડી ફિલ્મો બનાવી છે, અને "થામા" આ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. પહેલી ફિલ્મ "સ્ત્રી" ની સફળતા પછી, આ યુનિવર્સ "સ્ત્રી 2", "મુંજ્યા", "ભેડિયા" અને હવે "થામા" સાથે આગળ વધે છે. આ ફિલ્મ 21 ઓક્ટોબર, 2025 ના રોજ દિવાળીના દિવસે રિલીઝ થવાની છે.