બોલિવૂડમાં ક્યારે નસીબ બદલાઈ જાય તેની કોઈ કહી નથી શક્તું. 90ના દાયકાના લોકપ્રિય અભિનેતા ચંકી પાંડેની પહેલી ફિલ્મ મળવાની ઘટના પણ એટલી જ અનોખી છે, જે આજે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
ટોયલેટમાં મળ્યો હતા પ્રોડ્યુસર
એક ઇન્ટરવ્યુ દરમિયાન ચંકી પાંડેએ ખુલાસો કર્યો કે તે પોતાના કરિયરનો પહેલો મોકો કેવી રીતે મળ્યો હતો. એક વખત તે ફાઇવ સ્ટાર હોટેલમાં લગ્ન સમારોહમાં ગયા હતા, જ્યાં ચૂડીદાર પાયજામાનું નાડુ ખોલી શકતો ન હતો. વધુમાં, તેણે થોડું વધારે બિયર પણ પીધી હતી અને તે બાથરૂમમાં ગયો, પરંતુ નાડુ ના ખૂલવા પર મદદ માટે બૂમો પાડી રહ્યો હતો.
ત્યારે જ જાણીતા નિર્માતા પહલાજ નિહલાની તેની મદદ માટે આવ્યા. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ, અને પહલાજે પોતે તાજેતરમાં કરેલી ફિલ્મ ઇલ્જામ (ગોવિંદા સાથે) વિશે જણાવ્યું. ચંકી પાંડે આશ્ચર્યચકિત થઈ ગયો અને પોતાનો પરિચય આપ્યો કે તે મોડેલ છે અને ફિલ્મોમાં કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બાથરૂમની ઘટના પરથી જ હાસ્ય
ચંકીએ મજાકમાં કહ્યું કે તે એટલો ઉત્સાહિત હતો કે હાથ ધોયા વિના જ પહલાજ નિહલાની સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો. પછી બંને બીજી એક પાર્ટીમાં ફરી મળ્યા અને આ જ ઘટનાની ચર્ચા પર ખુલ્લા દિલથી હસ્યા.
પહેલી ફિલ્મ મળી
આ મુલાકાત પછી, પહલાજ નિહલાની એ ચંકી પાંડેએને પોતાની ફિલ્મ આગ હી આગમાં કાસ્ટ કર્યો. આ ફિલ્મે ચંકીના કરિયરની શરૂઆત કરી અને તેને બોલિવૂડમાં ઓળખ અપાવી.