Home Gujarat Aap State President Isudan Gadhvi Attacks Bjp

''ભાજપ ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યું છે'' : AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

''ભાજપ ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યું છે''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 12, 2025, 11:54 AM IST

ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે રાજકીય ચેલેન્જનું રાજકારણ જામ્યું છે. જો કે, આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ''ભાજપ આ તમામ મુદ્દાઓ ફટકાવવા માટે કરી રહ્યું છે''


''ભાજપ ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યું છે''
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''ભાજપ તમામ મુદ્દાઓ ફટકાવવા માટે ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યું છે, ત્યારે ભાજપને કહું છે કે, જો તમારામાં તેવડ હોય તો 161 ધારાસભ્ય રાજીનામું આપે, અમે લડવા માટે તૈયાર છીએ, પરંતુ વિસાવદરની જનતાને કહેવા માંગું છું કે ગોપાલ ઈટાલિયા રાજીનામું આપવાના નથી, વિસાવદરની જનતા માટે ગોપાલ ઈટાલિયા મજબૂતાઈથી કામ કરી રહ્યાં છે, જેઓ ગામાડે ગામડે ફરી રહ્યાં છે, જેઓ લોકોનો ઓવાજ બનશે''
''તમારે કરોડો રૂપિયા આવી ગયા હોય...''
તેમણે કહ્યું કે, ''ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી, ભાજપ ખોટું ભ્રમ ફેલાવી રહી છે, ભાજપના નેતાઓને કહેવા માંગું છે કે, જો તમારે કરોડો રૂપિયા આવી ગયા હોય તો તમારા વિસ્તારમાં રોડ-રસ્તા, ગટર સહિતના કામો કરો, લોકો તમારાથી ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now