Home National Aap Leaders Ed Action Delhi Goa Deepak Singla

પંજાબ બાદ દિલ્હી-ગોવામાં AAPના નેતાઓ પર EDની તવાઇ : લિકર સ્કેમ બાદ મની લોન્ડરિંગ કેસમાં દીપક સિંગલા સહિતના નેતાઓના ઘરે તપાસ શરૂ

Delhi AAP Politics Dipak Singla
Published by: Nirali Gohil
Last Updated: May 18, 2026, 08:33 AM IST

Delhi AAP Politics: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના વધુ કેટલાક નેતાઓ પર બે વર્ષ બાદ ફરીથી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની કાર્યવાહી થતાં રાજકીય ગરમાવો આવ્યો છે. કથિત બેંક લોન ફ્રોડ અંગેના કેસમાં આમ આદમી પાર્ટીના નેતા દીપક સિંગલા સહિત અન્ય કેટલાક આપના નેતાઓના સ્થળો પર વહેલી સવારથી EDના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વહેલી સવારે ED ત્રાટકી

દિલ્હીની વિશ્વાસ નગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂકેલા અને MCD (દિલ્હી મહાનગરપાલિકા)માં આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી અને મહારાષ્ટ્ર-ગોવા રાજ્યના પ્રભારીની જવાબદારી સંભાળી રહેલા આમ આદમી પાર્ટીના નેતા દીપક સિંગલના ઘર સહિત કેટલાક સ્થળે આજે વહેલી સવારે 06.00 વાગ્યે જ EDની ટીમો પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી, જે તપાસ હાલ જારી છે.

આ પણ વાંચો: NEET પેપર લીકનો ભાંડો ફૂટ્યો : પ્રોફેસરથી લઈને 100 કરોડના કોચિંગ ક્લાસ સુધી... જાણો કોણે અને કેવી રીતે રચ્યું આખું કાવતરું

મનીષ સિસોદિયાએ કાર્યવાહીને વખોડી

આપ નેતા દીપક સિંગલાના ઘરે ઇડીની તપાસ થતાં આપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ED, CBI અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓનો પોતાના પર્સનલ ગુંડાની જેમ ઉપયોગ કરીને મોદીજી વિપક્ષના નેતાઓને ચૂંટણી જીતતા રોકી શકે છે, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને અને રૂપિયાની સતત ઘટતી આબરૂને સંભાળી શકતા નથી.

બે વર્ષ પહેલાં પણ દીપક સિંગલા પર કાર્યવાહી થઇ હતી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પંજાબમાં પણ આપના મોટા નેતાઓ પર EDની તવાઈ આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભગવંત માન સરકારના મંત્રી સંજીવ અરોરાની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બે વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2024માં પણ દિલ્હીની કથિત દારૂ નીતિ (લિકર સ્કેમ) અને ગોવા વિધાનસભા ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વાપરવામાં આવેલા હવાલા વ્યવહારોની તપાસના ભાગરૂપે ED દ્વારા દીપક સિંગલ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

શું છે બેંક લોન ફ્રોડ?

ગેરકાયદેસર મેળવેલા નાણાંને કાયદેસરના દેખાડવાની પ્રક્રિયાને મની લોન્ડરિંગ એટલે કે બેંક લોન ફ્રોડ કહેવામાં આવે છે. આ એક મોટો આર્થિક ગુનો છે, જેમાં બનાવટી દસ્તાવેજો કે રાજકીય-કોર્પોરેટ પહોંચનો ઉપયોગ કરી બેંકમાંથી મોટી રકમની લોન મંજૂર કરાવવામાં આવે છે અને તે નાણાંને વિદેશી કંપનીઓ કે શેલ (બોગસ) કંપનીઓમાં ફેરવી દેવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now