સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે. Bharatiya Janata Party, Indian National Congress અને Aam Aadmi Party ત્રણેય મુખ્ય પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઝડપી બનાવી છે.
આ દરમિયાન AAP દ્વારા આજે 9 એપ્રિલે ઉમેદવારોની નવમી યાદી જાહેર કરવામાં આવી છે. અગાઉની યાદીઓ બાદ હવે વધુ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થતા ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. પાર્ટી દ્વારા વિવિધ નગરપાલિકા અને પંચાયત વિસ્તારોમાં મજબૂત દાવેદારોને મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
AAPનું નવમું લિસ્ટ જાહેર






ચૂંટણી નજીક આવતાં તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર સાથે સાથે સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી પણ તેજ બની છે. આગામી દિવસોમાં અન્ય પક્ષો દ્વારા પણ વધુ ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા છે, જેના કારણે રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે.






