Home Gujarat Ahmedabad Gujarat Local Body Election 2026 Bjp Candidate List Municipality Panchayat

ગુજરાત ભાજપે પત્તા ખોલ્યા : પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોને મળી ટિકીટ, જુઓ લિસ્ટ

ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરતી પ્રેસમાં નેતાઓ- કાર્યકરો હાજર
Published by: Viral Patel
Last Updated: Apr 09, 2026, 12:02 PM IST

Gujarat Election Ticket List: ગુજરાતમાં પાલિકા અને પંચાયતની આગામી ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારોની જાહેરાતનો સિલસિલો શરૂ કરી દીધો છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અરવલ્લી જિલ્લાની વિવિધ બેઠકો માટેના નામો પર મહોર મારી દીધી છે. ત્યારબાદ વાવ-થરાદનું લિસ્ટ જાહેર કરાયું છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: તમામ બેઠકોના ઉમેદવારો જાહેર

સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી રાજકીય ગરમાવો વધુ જોવા મળી રહ્યો છે. ભાજપે આ મહાનગરપાલિકાની તમામ બેઠકો માટે પોતાના મુરતિયાઓ મેદાનમાં ઉતારી દીધા છે. પક્ષ દ્વારા જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા જ્ઞાતિગત સમીકરણો અને જે-તે વિસ્તારના સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને આ નામો નક્કી કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર અને અરવલ્લીની આ યાદીમાં અનેક નવા ચહેરાઓને તક આપીને ભાજપે પક્ષમાં નવી પેઢીને આગળ લાવવાનો સંકેત આપ્યો છે. જ્યારે કેટલાક વિવાદિત નામોને કાપીને શિસ્તબદ્ધ કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

રાજકીય ગરમાવો અને અસંતોષની શક્યતા?

યાદી જાહેર થતાની સાથે જ રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા દાવેદારોને મનાવવા માટે પણ ભાજપે ડેમેજ કંટ્રોલ ટીમ સક્રિય કરી દીધી છે. આગામી થોડા જ કલાકોમાં અન્ય જિલ્લાઓ અને નગરપાલિકાઓ માટે પણ બીજી યાદી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now