ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતના સિરેબોન જિલ્લામાં એક કુદરતી પથ્થરની ખાણ ધસી પડી, જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 6 કામદારો ગુમ થયા. સ્થાનિક અધિકારીઓએ આ દુ:ખદ અકસ્માતની પુષ્ટિ કરી છે. સ્થાનિક પોલીસ વડા સુમરનીએ જણાવ્યું હતું કે ખાણનો ઉપરનો ભાગ અચાનક તૂટી પડતાં આ અકસ્માત થયો હતો. ઘટના સમયે બે ડઝનથી વધુ કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. અકસ્માત બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. રાહત અને બચાવ ટીમો સ્થળ પર કામ કરી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, બચાવ ટીમે અત્યાર સુધીમાં એક ડઝન ઘાયલ લોકોને બચાવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. સુમરનીએ કહ્યું, "અમે હાલમાં ખાણ ધસી પડવાના કારણની તપાસ કરી રહ્યા છીએ અને માલિક અને કામદારોની પૂછપરછ કરવામાં આવી રહી છે." તેમણે કહ્યું કે પોલીસ કટોકટી કાર્યકરો, સૈનિકો અને સ્વયંસેવકો પાંચ ખોદકામ મશીનોની મદદથી ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે, પરંતુ માટી ઢીલી હોવાથી કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે કારણ કે તેનાથી ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે.
અંધારાને કારણે શોધ કામગીરી બંધ કરવામાં આવી
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી (BNPB) ના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે અંધારાને કારણે શોધ કામગીરી બંધ કરવામાં આવી હતી. હવે શનિવારની વહેલી સવારે તે ફરી શરૂ કરવામાં આવશે. કામગીરી દરમિયાન ત્રણ ખોદકામ મશીનો અને છ ટ્રક પણ કાટમાળમાં દટાયેલા મળી આવ્યા હતા, જેની શોધ ચાલુ છે. શુક્રવારે બપોર સુધીમાં બચાવ કાર્યકરોએ 10 મૃતદેહો બહાર કાઢ્યા હતા. જ્યારે છ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિયેતનામના ખેડૂતો સૌથી સમૃદ્ધ કેમ?: જાણો સફળ ખેતીનું મોડેલ






