Home Tech/Gadgets A Different Type Of Iphone Is Available In China

ચીનમાં મળતાં iPhone આખા વિશ્વ કરતાં અલગ? : શુ છે તફાવત?

ચીનમાં મળતાં iPhone આખા વિશ્વ કરતાં અલગ?
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2025, 05:55 AM IST

એપલનો iPhone વિશ્વભરમાં ફેમસ છે. પરંતુ શું તમે જાણો છો કે ચીનમાં વેચાતા iPhoneના મોડલ્સ અન્ય દેશો કરતા અલગ છે? ચીનમાં iPhoneના કેટલાક ફીચર્સ અને હાર્ડવેર ભારત અને અન્ય દેશોમાં મળતા મોડલથી અલગ છે. ચાલો જાણીએ કે ચીનનો iPhone ભારત કરતાં કેટલો અલગ છે?

ચીનમાં iPhoneમાં ફિઝિકલ ડ્યૂઅલ સિમ સ્લોટ
ભારત અને વિશ્વના મોટાભાગના દેશોમાં, iPhone eSIM + ફિઝિકલ સિમ સ્લોટ સાથે આવે છે. પરંતુ ચીનમાં ઉપલબ્ધ iPhoneમાં બે ફિઝિકલ સિમ સ્લોટ છે.

તફાવત: આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે ચીનમાં eSIM ટેક્નોલોજી પર કામ આટલું ઝડપથી થયું નથી અને ત્યાંના યુઝર્સ ફિઝિકલ ડ્યૂઅલ સિમ પસંદ કરે છે.

FaceTime અને iMessageમાં ફેરફારો
Appleના iPhones FaceTime અને iMessage સાથે પહેલાથી ઇન્સ્ટોલ કરેલા આવે છે, પરંતુ FaceTime ઑડિયો કૉલિંગ સુવિધા ચીન ઉપ્લબ્ધ નથી. ચીન સરકારની ઈન્ટરનેટ સેન્સરશીપ પોલિસીના કારણે ત્યાં ફેસ ટાઈમ ઓડિયો કોલ બ્લોક કરી દેવામાં આવ્યા છે, જેના કારણે યુઝર્સ માત્ર વીડિયો કોલ કરી શકે છે.

એપ સ્ટોર અને એપ્સ પ્રતિબંધો
ચીનમાં iPhoneનું એપ સ્ટોર અન્ય દેશો કરતા અલગ છે. ગૂગલ, ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ જેવી ઘણી વિદેશી એપ્સ પ્રતિબંધિત છે. તેથી, આ એપ્સ ચાઈનીઝ આઈફોન મોડલમાં કામ કરતી નથી. ચાઈનીઝ આઈફોન યુઝર્સે સ્થાનિક એપ્સ જેમ કે WeChat, Baidu અને Tencentની અન્ય એપ્સ પર આધાર રાખવો પડશે.

iCloud સર્વર તફાવત
ચીનમાં Appleનો iCloud ડેટા સ્થાનિક સર્વરમાં સંગ્રહિત થાય છે, જ્યારે ભારત અને અન્ય દેશોમાં તે Appleના વૈશ્વિક ડેટા સેન્ટર્સમાં સંગ્રહિત થાય છે.

હાર્ડવેર અને સોફ્ટવેર પ્રતિબંધો
iPhoneના કેટલાક હાર્ડવેર અને સોફ્ટવેર ફીચર્સ ચીનમાં કસ્ટમાઈઝ કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ચીનની સરકારે તાજેતરમાં એરડ્રોપ ફીચર પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે, જેથી તેનો ઉપયોગ સરકાર વિરોધી પ્રચાર માટે ન થઈ શકે.

શું ચીનનો આઈફોન ભારતમાં કામ કરશે?
હા, ચીનમાંથી ખરીદાયેલા iPhone ભારતમાં કામ કરશે, પરંતુ તેમાં કેટલીક મર્યાદાઓ હોઈ શકે છે. ચીનમાં વેચાતા iPhonesમાં eSIM સપોર્ટ નથી, જેના કારણે ભારતીય નેટવર્ક પર eSIM એક્ટિવેટ કરી શકાતું નથી. એપ સ્ટોરમાં કેટલીક એપ્સ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now