Home Gujarat A Case Of Blasphemy Has Been Registered Against 21 People In Rajkot

રાજકોટમાં પેડા ગેંગ પછી મરઘા ગેંગનો નંબર : 21 શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો, 12 આરોપીઓ હાલ પોલીસ સકંજામાં

રાજકોટમાં પેડા ગેંગ પછી મરઘા ગેંગનો નંબર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 09:31 AM IST

Rajkot Gujsitok crime: રાજકોટ શહેરમાં ક્રાઈમ પર અંકુશ લાવવા પોલીસની મોટી કાર્યવાહી જારી છે. તાજેતરમાં નોટોરિયસ મરઘા ગેંગના 21 સભ્યો આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં મારામારી, આર્મ્સ એક્ટ, NDPS, અપહરણ અને લૂંટ સહિત 36 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

12 આરોપીઓને પકડી પાડ્યા

પોલીસે હાલ 21માંથી 12 આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. તાજેતરમાં જ પેડા ગેંગના 17 અને હવે મરઘા ગેંગના 21 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતાં રાજકોટ શહેરમાં દારૂની હેરાફેરી, ડ્રગ્સ તસ્કરી અને અન્ય સંગઠિત ગુનાઓ પર નોંધપાત્ર અંકુશ આવવાની આશા છે.

તમામ મિલકતોને પણ જપ્ત કરવાની કાર્યવાહી

પોલીસે જણાવ્યું કે, આ ગેંગે ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા કમાએલા પૈસાથી ખરીદેલી તમામ મિલકતોને પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ પોલીસની આ સતત કાર્યવાહીથી શહેરના ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now