Home Gujarat 9 Accused Sentenced To Life Imprisonment In Banaskantha Case Over Love Affair

બનાસકાંઠામાં ચકચારી પ્રેમ પ્રકરણમાં હત્યા કેસમાં 9 આરોપીઓને આજીવન કેદ : કેસને કોર્ટે ઓનર કિલિંગ માન્યો, જાણો વિગતે

બનાસકાંઠામાં ચકચારી પ્રેમ પ્રકરણમાં હત્યા કેસમાં 9 આરોપીઓને આજીવન કેદ
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 07:19 AM IST

બનાસકાંઠા જિલ્લાના ડીસાની સેશન્સ કોર્ટે પાલનપુર તાલુકાના ગોઢ ગામમાં થયેલા ચકચારી હત્યાકાંડ મામલે મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ ગુનાને સ્પષ્ટ રીતે ઓનર કિલિંગ ગણાવી જણાવ્યું છે કે આવા ગુનાઓ સમાજ માટે અત્યંત ઘાતક અને અસહ્ય છે.

યુવાનની નિરમમ રીતે હત્યા કરવામાં આવી હતી

મળતી માહિતી મુજબ, લગભગ એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરવાના મનદુખમાં એક યુવાનની નિરમમ રીતે હત્યા કરવામાં આવી હતી. પ્રેમ સંબંધ અને લગ્નના વિરોધના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ મામલે દાંતીવાડા પોલીસ મથકમાં કુલ નવ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા

પોલીસ તપાસ દરમિયાન રજૂ થયેલા તમામ પુરાવા, સાક્ષીઓ અને બંને પક્ષોની દલીલો બાદ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રેમ લગ્નના વિરોધમાં થતી હત્યાઓ સમાજની માનસિકતાને દર્શાવે છે અને આવા ઓનર કિલિંગ જેવા ગુનાઓ સામે કડક વલણ અપનાવવું જરૂરી છે. અંતે, કોર્ટે તમામ નવ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદાને ઓનર કિલિંગ સામેનો એક મોટો અને કડક ન્યાયિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે, જે સમાજમાં સ્પષ્ટ સંદેશ આપે છે કે કાયદો આવા અમાનવીય ગુનાઓને ક્યારેય સહન નહીં કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર