કમૂરતા ઉતરતા જ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આઠમાં વેતન આયોગ પર કેન્દ્રની કેબિનેટે મંજૂરીની મહોર લગાવી દીધી છે.કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. તેનાથી લાખો લોકોને સંભવિતપણે ફાયદો થશે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે જાન્યુઆરી 2016માં 7મું પગાર પંચ લાગુ કર્યું હતું. તેની ભલામણો 31 ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થશે. અગાઉ ચોથા, પાંચમા અને છઠ્ઠા પગાર પંચનો કાર્યકાળ 10 વર્ષનો હતો.
સમજો આખી ગણતરી
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આઠમાં વેતન આયોગના ગઠનને મંજૂરી આપી દીધી છે.અને આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થી શકે છે. આ વખતે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું 2.68 ટકા નક્કી કરવામાં આવે છે. આવું થતા ઓછામાં ઓછી બેઝિક સેલેરી 51 હજાર 480 રૂપિયા થઈ શકે છે અને પેન્શનનો લઘુતમ દર 25 હજાર 740 રૂપિયા થઈ શકે છે.
સાતમાં પગાર પંચમાં આટલો થયો હતો લાભ
સાતમાં વેતન આયોગના ગઠન બાદ કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં ઓછો વધારો થયો હતો. કારણ કે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા જ રાખવામાં આવ્યું હતું. જેનાથી બેઝિક સેલેકરી 18 હજાર થઈ હતી. જો આ જ ફોર્મ્યૂલને આધાર માનવામાં આવે તો ન્યૂનત્તમ સેલેરી 26 હજાર રૂપિયા થઈ જશે.
ફિટમેન્ટ ફેક્ટર એટલે શું?
ફિટમેન્ટ ફેક્ટર વાસ્તવમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન વધારવા માટે વપરાતું એક સૂત્ર છે. તેના આધારે અલગ-અલગ સ્તરે પગારમાં વધારો કરવામાં આવે છે. જો કે, આમાં ભથ્થા ઉમેરવામાં આવતા નથી.
"સમાધાન કરો અથવા કામ તમામ કરીશું": ટ્રમ્પની કડક ચેતવણી, ઈરાને પણ આપ્યો કરારો જવાબ






