Home National 8th Pay Commission Salary Hike Arrears Fitment Factor Gujarati News

ક્યારે મળશે 8માં પગાર પંચનો વધેલો પગાર અને એરિયર : જાણો એરિયર, ફિટમેન્ટ ફેક્ટર અને નવા નિયમોનું અપડેટ

500-500 રૂપિયાની ચલણી નોટોની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 29, 2026, 01:30 AM IST

દેશના લાખો કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8માં પગાર પંચને લઈને ફરી ચર્ચાઓ તેજ બની છે. વધતી મોંઘવારી, જીવનધોરણનો ખર્ચ અને કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે હવે 8માં પગાર પંચ અંગે મહત્વપૂર્ણ અપડેટ્સ સામે આવી રહ્યા છે. પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓમાં સુધારાને લઈને દેશભરના કર્મચારી સંગઠનો અને યુનિયનો સાથે સતત બેઠકો યોજાઈ રહી છે. ખાસ કરીને 'ફિટમેન્ટ ફેક્ટર'ને લઈને અલગ-અલગ સંગઠનો દ્વારા મોટી માંગણીઓ કરવામાં આવી રહી છે. જો સરકાર આ માંગણીઓનો સ્વીકાર કરે તો કેન્દ્રિય કર્મચારીઓની ન્યૂનતમ બેઝિક સેલેરીમાં મોટો વધારો જોવા મળી શકે છે.

ક્યારે લાગુ થઈ શકે 8મા પગાર પંચની ભલામણો?

મળતી માહિતી મુજબ, નવેમ્બર 2025 દરમિયાન 8માં પગાર પંચ માટે 'ટર્મ્સ ઓફ રેફરન્સ' (ToR) જાહેર થયા બાદ પંચને પોતાની રિપોર્ટ સોંપવા માટે અંદાજે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. પંચ રિપોર્ટ સોંપ્યા બાદ સરકારને તેને લાગુ કરવામાં વધારાના 3થી 6 મહિનાનો સમય લાગી શકે છે. આ ગણતરી મુજબ વર્ષ 2027ના બીજા છ માસ દરમિયાન નવી સેલેરી અને ભથ્થાઓ લાગુ થવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કર્મચારીઓમાં આશા વધી રહી છે કે આગામી પગાર પંચ તેમને મોટો આર્થિક લાભ આપી શકે છે.

એરિયર ક્યારેથી મળશે?

કેન્દ્રિય કર્મચારીઓમાં સૌથી વધુ ચર્ચા 'એરિયર'ને લઈને ચાલી રહી છે. અગાઉના પગાર પંચોના અનુભવ મુજબ, નવી ભલામણો જૂના પગાર પંચ પૂર્ણ થયા બાદના દિવસથી અમલમાં ગણવામાં આવે છે. કારણ કે 7માં પગાર પંચની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી માનવામાં આવી રહી છે, તેથી શક્યતા છે કે નવા સુધારેલા પગારધોરણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં ગણાશે. એનો સીધો અર્થ એવો થાય છે કે જો નવી સેલેરી 2027માં લાગુ થશે તો પણ કર્મચારીઓને જાન્યુઆરી 2026થી લઈને અમલની તારીખ સુધીનું સંપૂર્ણ એરિયર મળી શકે છે. જેના કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: 50 રૂપિયાથી સસ્તા આ શેરે કર્યું કમાલ! : 5 વર્ષમાં આપ્યું 700%થી વધુ રિટર્ન, હવે કંપનીએ જાહેર કર્યા પરિણામો

₹69 હજાર ન્યૂનતમ બેઝિક સેલેરીની માંગ

National Council-JCM દ્વારા 3.833 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી છે. જો આ ફોર્મ્યુલા સ્વીકારવામાં આવે તો ન્યૂનતમ બેઝિક સેલેરી ₹18,000માંથી વધીને લગભગ ₹69,000 સુધી પહોંચી શકે છે. તે જ રીતે ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઇઝ ફેડરેશન દ્વારા પણ 3.83 ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવામાં આવી છે. ફિટમેન્ટ ફેક્ટર એટલે હાલની બેઝિક સેલેરી પર લાગુ થતો ગુણાંક, જેના આધારે નવી સેલેરી નક્કી થાય છે. એટલે ફિટમેન્ટ ફેક્ટર જેટલો વધુ, તેટલો પગારમાં મોટો વધારો શક્ય બને છે. જો સરકાર આ માંગણીઓને આંશિક રીતે પણ સ્વીકારશે તો કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં ઐતિહાસિક વધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: રોકેટની જેમ ઊડ્યો આ Penny Stock! : અદાણીએ લગાવ્યો મોટો દાવ

રેલવે કર્મચારી સંગઠનનો અનોખો પ્રસ્તાવ

ઈન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન દ્વારા 8મા પગાર પંચ સમક્ષ એક અલગ પ્રકારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અનુસાર અલગ-અલગ કર્મચારી લેવલ માટે અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. લેવલ-2થી લેવલ-5 સુધીના કર્મચારીઓ માટે 2.92નો ગુણાંક અને ટોચના લેવલ-17થી લેવલ-18 સુધીના અધિકારીઓ માટે 4.38 સુધીનો મલ્ટિપ્લાયર સૂચવવામાં આવ્યો છે. સંગઠનનું માનવું છે કે આ મોડલથી અલગ-અલગ કેટેગરીના કર્મચારીઓ વચ્ચેનો પગાર તફાવત વધુ વ્યવસ્થિત રીતે સંતુલિત થઈ શકે.

આ પણ વાંચો: શું AI નું જ ભવિષ્ય જોખમમાં? : અબજો ડોલરનું રોકાણ છતાં વિશ્વની દિગ્ગજ કંપનીઓ કેમ ઉઠાવી રહી છે સવાલ?

દેશભરમાં બેઠકોનો દોર ચાલુ

8મું પગાર પંચ દેશના વિવિધ શહેરોમાં જઈ કર્મચારી સંગઠનો અને યુનિયનોની માંગણીઓ સાંભળી રહ્યો છે. તાજેતરમાં Lucknowમાં કેન્દ્રિય સંસ્થાઓ અને યુનિયનો સાથે બેઠક યોજાઈ હતી. તે પહેલાં પુણે, દેહરાદૂન અને નવી દિલ્હીમાં પણ ચર્ચાઓ યોજાઈ ચૂકી છે. આ ઉપરાંત જૂન 2026 દરમિયાન જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કર્મચારી સંગઠનો સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા યોજાવાની છે.

પેન્શનધારકોને પણ મળશે મોટો લાભ

8માં પગાર પંચનો લાભ માત્ર નોકરીયાત કર્મચારીઓને જ નહીં પરંતુ લાખો પેન્શનધારકોને પણ મળશે. બેઝિક પે વધતા પેન્શનમાં પણ વધારો થશે. સાથે જ મોંઘવારી ભથ્થું (DA), ઘરભાડા ભથ્થું (HRA) અને અન્ય એલાઉન્સમાં પણ વધારો થવાની શક્યતા છે. હાલ દેશના લાખો કર્મચારીઓની નજર હવે કેન્દ્ર સરકાર અને 8મા પગાર પંચની આગામી ભલામણો પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now