કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ ગણાતુ 8 મું પગાર પંચ (8th Pay Commission) હવે ફરી ચર્ચાના કેન્દ્રમા આવ્યો છે. નેશનલ કાઉન્સિલ (JCM)ની સ્ટાફ સાઈડ દ્વારા 14 એપ્રિલ, 2026ના રોજ સરકારને સોપાયેલા મેમોરેન્ડમમા લઘુત્તમ બેઝિક પગાર વધારીને ₹69,000 કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામા આવ્યો છે. આ ભલામણ પાછળનો મુખ્ય ઉદ્દેશ વધતી મોઘવારી વચ્ચે કર્મચારીઓના આર્થિક ભારને હળવો કરવાનો અને તેમની જીવનશૈલીમા સુધારો લાવવાનો છે.
હાલમા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ બેઝિક પગાર ₹18,000 છે. જો નવી ભલામણ સ્વીકારવામા આવશે, તો આ વધારો ત્રણગણાથી વધુ હશે, જે અત્યાર સુધીનો સૌથી મોટો જમ્પ ગણાઈ શકે છે. આથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પર સીધી અસર થવાની શક્યતા છે.
પરિવાર માળખામા ફેરફાર: 3 થી વધીને 5 યુનિટ
આ મેમોરેન્ડમની સૌથી મહત્વની બાબત પરિવારની ગણતરીના માળખામા ફેરફાર છે. અત્યાર સુધી પગાર નક્કી કરતી વખતે પરિવારને 3 યુનિટ તરીકે ગણવામા આવતો હતો. હવે તેને વધારીને 5 યુનિટ કરવાનો પ્રસ્તાવ છે.
નવા માળખા મુજબ કર્મચારી પોતે 1 યુનિટ, જીવનસાથી 1 યુનિટ અને બાળકો તથા આશ્રિત માતા-પિતાને પણ ગણતરીમા લેવામા આવશે. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે આજના સમયમા મોટા ભાગના કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતા-પિતાની જવાબદારી પણ નિભાવતા હોય છે, જેને અગાઉની ગણતરીમા પૂરતુ સ્થાન મળતુ નહોતુ.
આ બદલાવ અમલમા આવે તો લઘુત્તમ જીવનધોરણ માટે જરૂરી ખર્ચની ગણતરીમા નોધપાત્ર વધારો થશે, જે સીધો પગાર માળખા પર અસર કરશે.
‘સાયન્ટિફિક લિવિગ વેજ’ પર આધારિત પ્રસ્તાવ
નેશનલ કાઉન્સિલે સ્પષ્ટ કર્યુ છે કે લઘુત્તમ પગાર ‘સાયન્ટિફિક લિવિગ વેજ’ ફોર્મ્યુલા પર આધારિત હોવો જોઈએ. આ ફોર્મ્યુલા માત્ર મૂળભૂત જરૂરિયાતો સુધી મર્યાદિત નથી, પરતુ આધુનિક જીવનશૈલીને ધ્યાનમા રાખીને બનાવવામા આવ્યો છે.
આમા ખોરાક, રહેઠાણ, કપડા, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, પરિવહન અને ડિજિટલ સેવાઓ જેવી જરૂરીયાતોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ડિજિટલ યુગમા ઈન્ટરનેટ અને ટેક્નોલોજી સબધિત ખર્ચને પણ આવશ્યક ગણવામા આવ્યા છે.
આ પ્રસ્તાવમા “Maintenance and Welfare of Parents and Senior Citizens Act” જેવા કાયદાનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે, જે વૃદ્ધ માતા-પિતાની સભાળને કાનૂની જવાબદારી તરીકે સ્વીકાર કરે છે.
કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી સીધો ફીડબેક
8 માં પગાર પંચની પ્રક્રિયામા પારદર્શિતા લાવવા માટે કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી સીધા અભિપ્રાયો મેળવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પંચે પોતાના અધિકૃત પોર્ટલ તેમજ MyGov પ્લેટફોર્મ પર એક સ્ટ્રક્ચર્ડ પ્રશ્નાવલી જાહેર કરી છે.
આ પ્રશ્નાવલી દ્વારા કર્મચારીઓના વાસ્તવિક ખર્ચ, જીવનધોરણ, અને પડકારોને સમજવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. આ પ્રકારની સીધી ભાગીદારીથી પગાર પંચના અતિમ સૂચનો વધુ વાસ્તવિક અને વ્યાપક બનવાની શક્યતા છે.
આર્થિક અસર અને સરકાર માટે પડકાર
જો ₹69,000 લઘુત્તમ પગારની ભલામણ સ્વીકારવામા આવશે, તો તે સરકાર માટે મોટો નાણાકીય ભાર બની શકે છે. પગાર અને પેન્શન ખર્ચમા નોધપાત્ર વધારો થશે, જે કેન્દ્રીય બજેટ પર અસર કરી શકે છે.
પરતુ બીજી તરફ, આ વધારો કર્મચારીઓની ખરીદ શક્તિ વધારશે, જે અર્થતત્રમા માગ વધારવા માટે મદદરૂપ બની શકે છે. ખાસ કરીને રિટેલ, હાઉસિગ અને સર્વિસ સેક્ટરમા તેનો પોઝિટિવ ઇફેક્ટ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: LPG ડિલિવરીમાં મોટો બદલાવ : હવેથી આ કોડ વિના નહીં મળે સિલિન્ડર!
આગળ શું?
હાલમા આ મેમોરેન્ડમ સરકારના વિચારાધીન છે. 8 મું પગાર પંચ સત્તાવાર રીતે ક્યારે અમલમા આવશે તે અગે હજુ સુધી કોઈ સ્પષ્ટ સમયરેખા જાહેર કરવામા આવી નથી.
પરતુ કર્મચારીઓ અને પેન્શનરોમા આ મુદ્દે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જો ભલામણોનો મોટો ભાગ સ્વીકારવામા આવશે, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ એક ઐતિહાસિક ફેરફાર સાબિત થઈ શકે છે.




