Home Sports 5 Most Expensive Foreign Players In Ipl History Know Complete Information

IPL ઇતિહાસના 5 સૌથી મોંઘા વિદેશી ખેલાડીઓ! : માત્ર આ બે જ ખેલાડીઓ બે વખત 15 કરોડથી વધુ કમાણી કરી શક્યા!

IPL ઇતિહાસના 5 સૌથી મોંઘા વિદેશી ખેલાડીઓ!
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 10:54 AM IST

Cameron Green in IPL 2025 Auction: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને IPL ની ઓક્શનમાં ઇતિહાસ રચ્યો. ગ્રીનને KKR એ ઓક્શનમાં 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને ટીમમાં સામેલ કર્યો. કેમેરોન ગ્રીન હવે IPL ની ઓક્શનનો સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા છે. ગ્રીને તેના મિત્ર મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સ્ટાર્કને KKR એ 2024 માં 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેની ટીમમાં સામેલ કર્યો. સ્ટાર્ક તે સમયે IPL ના ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. પેટ કમિન્સ આ બાબતમાં ત્રીજા નંબરે છે. કમિન્સને 2024 ની ઓક્શનમાં હૈદરાબાદ દ્વારા 20.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

સેમ કરન અને ગ્રીન 2023 માં પણ મોંઘા રહ્યા

વધુમાં, સેમ કરનને 2023 ની ઓક્શનમાં પંજાબ કિંગ્સ દ્વારા ₹18.50 કરોડમાં ખરીદ્યો હતો. નોંધનીય છે કે, ગ્રીનને અગાઉ 2023 માં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ₹17.5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

IPL ઇતિહાસમાં ટોપના 5 સૌથી મોંઘા ખેલાડીઓ

25.20 કરોડ - કેમેરોન ગ્રીન (KKR, 2026)

24.75 કરોડ - મિશેલ સ્ટાર્ક (KKR, 2024)

20.50 કરોડ - પેટ કમિન્સ (SRH, 2024)

18.50 કરોડ - સેમ કરન (PBKS, 2023)

17.50 કરોડ - કેમેરોન ગ્રીન (MI, 2023)

ફક્ત બે ખેલાડીઓને બે વાર 15 કરોડ રૂપિયાથી વધુમાં ખરીદવામાં આવ્યા

  1. કેમેરોન ગ્રીન

    (2025 માં 25.2 કરોડ અને 2023 માં 17.5 કરોડમાં)

  2. પેટ કમિન્સ

    (2024 માં 20.5 કરોડ અને 2020 માં 15.5 કરોડ રૂપિયા)

ગ્રીનને 18 કરોડ રૂપિયા મળશે.

IPL ના નવા નિયમ અનુસાર ગ્રીનને 18 કરોડ મળશે અને બાકીની રકમ BCCI ને મળશે જે પ્લેયર્સની ફિટનેસ માટે વાપરવામાં આવશે અને KKR ના પર્સમાંથી 25.2 કરોડ લેવામાં આવશે.

(નોંધનીય છે કે, મથીશા પથિરાનાને IPL 2026 ના ઓક્શનમાં 18 કરોડની કિંમતે KKR એ ટીમમાં સામેલ કર્યો છે)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now