Home Gujarat 418 Grams Of Heroin Seized From A Hotel On Khambhaliya Highway

જામનગર SOG ની મોટી કાર્યવાહી : ખંભાળીયા હાઈવે પર હોટલમાંથી 418 ગ્રામ હેરોઈન જપ્ત, 4 આરોપી ઝડપાયા

જામનગર SOG ની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 07:39 AM IST

જામનગરમાં નશાકારક પદાર્થો સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ એસ.ઓ.જી. જામનગર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર–ખંભાળીયા હાઈવે રોડ પર આવેલી મોટી ખાવડી ગામ નજીકની હોટલ 666 માં દરોડા પાડી પોલીસે હેરોઈનનો જથ્થાબંધ જથ્થો ઝડપી લીધો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હોટલ 666 ના રૂમ નંબર 202 માં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ચાર ઈસમો પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ 418 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. 83,60,000 થાય છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, 7 મોબાઈલ ફોન અને એક ડિજિટલ વજન કાંટો પણ મળી આવ્યો હતો. કુલ મળીને પોલીસે રૂ. 84,14,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓમાં વિશાલસિંઘ જસવિરસિંઘ મટુ, હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી, બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘ મજવી અને જગદિપસિંઘ ઉર્ફે જગ્ગી ખબીરસિંઘ ખેહરા નો સમાવેશ થાય છે.

પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે બી-પાર્ટ ગુનો દાખલ કરી N.D.P.S. એક્ટ હેઠળ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને હેરોઈનના સપ્લાય નેટવર્ક અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર