ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચાર ધામ એટલે કે બ્રાદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે, જેના માટે નોંધણી ગુરુવારથી શરૂ કરવામાં આવી છે. ચારધામ યાત્રા માટે પહેલા જ દિવસે 1.65 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આવી સ્થિતિમાં જો તમે પણ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.
1. કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન
ચારધામ યાત્રા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. આ વિના તમે ચારધામની મુલાકાત લઈ શકતા નથી. ઓનલાઈન નોંધણી કરવા માટે, તમે registrationandtouristcase.uk.gov.in પર જઈને આધાર કાર્ડની મદદથી નોંધણી કરાવી શકો છો. ઑફલાઇન રજિસ્ટ્રેશન માટે હરિદ્વાર અને ઋષિકેશમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
2. દર્શન માટે આપવામાં આવશે ટોકન
ઉત્તરાખંડના પ્રવાસન સચિવ કુર્વેના જણાવ્યા અનુસાર, સરકાર ભીડને કાબૂમાં રાખવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરશે. આ નિયમ હેઠળ નોંધણી પછી તમામ શ્રદ્ધાળુઓને એક ટોકન આપવામાં આવશે, જેમાં દર્શનનો સમય અને તારીખનો ઉલ્લેખ કરવામાં આવશે. આનાથી ભક્તોને દર્શન કરવામાં સરળતા રહેશે અને ભીડને નિયંત્રિત કરવામાં વહીવટીતંત્રને મદદ મળશે.
𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐂𝐡𝐚𝐫 𝐃𝐡𝐚𝐦 𝐘𝐚𝐭𝐫𝐚 𝐢𝐧 𝐔𝐭𝐭𝐚𝐫𝐚𝐤𝐡𝐚𝐧𝐝 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐭𝐨𝐝𝐚𝐲.
— All India Radio News (@airnewsalerts) March 20, 2025
The tourism department has started online registration 40 days early for devotees' convenience. #CharDhamYatra #Uttarakhand pic.twitter.com/boKWqzkbcG
3. વાહનોનું ત્રણ વખત ચેકિંગ કરવામાં આવશે
ચારધામ યાત્રાએ જતા વાહનોનું 3 સ્થળોએ ચેકિંગ કરવામાં આવશે. ખાસ કરીને બહારના રાજ્યોમાંથી આવતા વાહનોને ઉત્તરાખંડ બોર્ડર પર ચેકિંગ કરાવવું પડશે. ઉત્તરાખંડ સરકારે બહારથી આવતા વાહનોનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવ્યું છે. રજીસ્ટ્રેશન વગર વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. જે વાહનોનું રજીસ્ટ્રેશન નથી તે ઋષિકેશમાં જ રોકી દેવામાં આવશે.
4. હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ
ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. હેલિકોપ્ટર બુક કરવા માટે ભક્તો heliyatra.irctc.co.in પર જઈને બુકિંગ કરી શકે છે. ઉત્તરાખંડ સરકારે પ્રવાસ સંબંધિત માહિતી માટે કેટલાક નંબર જારી કર્યા છે. ટોલ ફ્રી નંબર્સ - 01351364, 01352559898, 01352552627






