ગાંધીનગર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે 37 IPS અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના વડા નિર્લિપ્ત રાયની થઈ રહી છે. આ સાથે જ અમદાવાદ અને રાજકોટ રેન્જમાં પણ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કેટલીક જગ્યાએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અને કેટલીક જગ્યાએ અપગ્રેડ કરવામાં આવી છે, જેથી અનુભવી અધિકારીઓને તેમની યોગ્યતા મુજબ જે-તે ગ્રેડમાં જવાબદારી સોંપી શકાય.
ગુજરાતના 37 IPSની બદલીના આદેશ કરાયા
ક્રમ | અધિકારીનું નામ અને બેચ | વર્તમાન હોદ્દો / સ્થિતિ | નવી નિમણૂકનો હોદ્દો |
1 | શમશેર સિંઘ (1991) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમ ગાર્ડ્સ, અમદાવાદ |
2 | અશોક કુમાર (2003) | IGP, રાજકોટ રેન્જ | IGP, CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર |
3 | ગગનદીપ ગંભીર (2004) | IGP (એડમિનિસ્ટ્રેશન), ગાંધીનગર | IGP, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) નો વધારાનો હવાલો |
4 | ગૌતમકુમાર એમ. પરમાર (2004) | IGP, ભાવનગર રેન્જ | IGP, CID (ક્રાઈમ), ગાંધીનગર |
5 | રાઘવેન્દ્ર વત્સ (2005) | JCP (ક્રાઈમ), સુરત શહેર | IGP, અમદાવાદ રેન્જ |
6 | નિલેશ ભીખાભાઈ જાજડિયા (2006) | IGP, જૂનાગઢ રેન્જ | JCP (સેક્ટર-2, ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડર), વડોદરા |
7 | બિપિન શંકરરાવ આહિરે (2006) | એડિશનલ ડાયરેક્ટર, ACB, અમદાવાદ | IGP, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર |
8 | પી. એલ. માલ (2006) | IGP, કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ | એડિશનલ ડાયરેક્ટર, ACB, અમદાવાદ |
9 | એન. એન. ચૌધરી (2006) | JCP (ટ્રાફિક), અમદાવાદ શહેર | IGP, ઇન્ટેલિજન્સ-2, ગાંધીનગર |
10 | એ. જી. ચૌહાણ (2006) | IGP (જેલ), અમદાવાદ | JCP (ટ્રાફિક), અમદાવાદ શહેર |
11 | આર. વી. અસારી (2006) | IGP, પંચમહાલ-ગોધરા રેન્જ | IGP, ભાવનગર રેન્જ |
12 | કે. એન. ડામોર (2006) | JCP (સેક્ટર-2), સુરત શહેર | IGP, CID (ક્રાઈમ), ગાંધીનગર |
13 | મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ (2007) | જોઈન્ટ ડાયરેક્ટર, ACB, અમદાવાદ | DIGP (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર |
14 | પરીક્ષિતા વી. રાઠોડ (2007) | IGP, CID (ક્રાઈમ), ગાંધીનગર | IGP, બનાસકાંઠા રેન્જ, પાલનપુર |
15 | વિધિ ચૌધરી (2009) | એડિશનલ સીપી (સ્પેશિયલ બ્રાન્ચ), અમદાવાદ | DIGP, પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરા |
16 | વિશાલકુમાર બી. વાઘેલા (2009) | DIGP (આર્મડ યુનિટ્સ), ગાંધીનગર | DIGP, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર |
17 | લીના પાટીલ (2010) | એડિશનલ સીપી (ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડર), વડોદરા | પ્રિન્સિપાલ, ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ (DIGP ગ્રેડ) |
18 | નિર્લિપ્ત રાય (2010) | DIGP, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર | DIGP, રાજકોટ રેન્જ |
19 | દીપકકુમાર વી. મેઘાણી (2010) | DIGP (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર | જોઈન્ટ ડાયરેક્ટર, ACB, અમદાવાદ |
20 | મહેન્દ્ર બગડિયા (2010) | એડિશનલ સીપી (ક્રાઈમ, ટ્રાફિક અને એડમિન), રાજકોટ | એડિશનલ સીપી, સેક્ટર-2, સુરત શહેર |
21 | હિતેશકુમાર એચ. જોયસર (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | DIGP, ઇન્ટેલિજન્સ-1, ગાંધીનગર |
22 | તરુણ દુગ્ગલ (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | એડિશનલ સીપી (એડમિનિસ્ટ્રેશન), અમદાવાદ શહેર |
23 | ચૈતન્ય રવિન્દ્ર માંડલિક (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | એડિશનલ સીપી (ક્રાઈમ, ટ્રાફિક અને એડમિન), રાજકોટ |
24 | સરોજ કુમારી (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | DIGP (જેલ), વડોદરા |
25 | રાજેન્દ્રસિંહ ચુડાસમા (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | DIGP, જૂનાગઢ રેન્જ |
26 | આર. પી. બારોટ (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | DIGP (જેલ), અમદાવાદ |
27 | જી. એ. પંડ્યા (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | DIGP (જેલ), રાજકોટ |
28 | આર. ટી. સુસરા (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | એડિશનલ સીપી (સ્પેશિયલ બ્રાન્ચ), અમદાવાદ શહેર |
29 | સુધા એસ. પાંડે (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | DIGP (આર્મડ યુનિટ્સ), વડોદરા |
30 | સુજાતા મઝમુદાર (2011) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | DIGP (આર્મડ યુનિટ્સ), ગાંધીનગર |
31 | સુધીરકુમાર જે. દેસાઈ (2012) | DIGP (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર | એડિશનલ સીપી (સેક્ટર 1 અને ટ્રાફિક), વડોદરા |
32 | બલરામ મીના (2012) | ADC ટુ માનનીય રાજ્યપાલ, ગાંધીનગર | એડિશનલ સીપી, સેક્ટર-1, સુરત શહેર |
33 | કરણરાજ વાઘેલા (2012) | એડિશનલ સીપી (ઇકોનોમિક વિંગ), સુરત શહેર | એડિશનલ સીપી (ક્રાઈમ), સુરત શહેર |
34 | એસ. વી. પરમાર (2012) | DIGP, SRPF ગ્રુપ-15, ઓએનજીસી, મહેસાણા | એડિશનલ સીપી (ટ્રાફિક), સુરત શહેર |
35 | એ. એમ. મુનિયા (2012) | DIGP, SRPF ગ્રુપ-5, ગોધરા | DIGP, કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ |
36 | મયુર ગુલાબરાવ પાટીલ (2014) | વેઇટિંગ ફોર પોસ્ટિંગ | ડીસીપી, ઝોન-8, અમદાવાદ શહેર |
37 | વાબાંગ જામીર (1999) | સ્પેશિયલ સીપી, સેક્ટર-1, સુરત શહેર | વેઇટિંગ ફોર પોસ્ટિંગ |
નિર્લિપ્ત રાયની SMC માંથી વિદાય, હવે રાજકોટની જવાબદારી
ગુજરાતના સૌથી ચર્ચિત અને કડક છબી ધરાવતા અધિકારી નિર્લિપ્ત રાય (IPS: 2010) ની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગરથી બદલી કરવામાં આવી છે. તેમને હવે રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. અશોક કુમારની બદલી બાદ ખાલી પડેલી આ જગ્યા પર નિર્લિપ્ત રાયની નિમણૂક કરવા માટે પોસ્ટને ડાઉનગ્રેડ કરવામાં આવી છે.
રાઘવેન્દ્ર વત્સ અમદાવાદ રેન્જના નવા IGP
અમદાવાદ રેન્જમાં પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ઝોન-8ની નવી રચના સાથે ટ્રાફિક અને ક્રાઈમ વિભાગમાં મોટા ફેરફાર કરી રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી CBIમાં લગભગ પાંચ વર્ષની લાંબી ડેપ્યુટેશન સેવા પૂર્ણ કરી ગુજરાત કેડરમાં પરત ફરેલા IPS અધિકારી રાઘવેન્દ્ર વત્સની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સ હાલમાં સુરત ખાતે જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. સીબીઆઈના બહોળા અનુભવ બાદ તેમની સુરત ક્રાઈમમાં નિમણૂક કરવામાં આવી હતી, જોકે હવે રાજ્ય સરકાર દ્વારા તેમને અમદાવાદ રેન્જની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ઝોન 8 બનશે, અત્યાર સુધી 7 ઝોન હતા, ત્યારે હવે ઝોન 8 બનશે, જેમાં DCP તરીકે મયૂર પાટીલની નિમણૂક કરવામાં આવી છે.
એ.જી. ચૌહાણ અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર
અમદાવાદ શહેરમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. એ.જી. ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને એન.એન.ચૌધરીને ઇન્ટેલિજન્સ-2 ગાંધીનગરમાં IG તરીકે મુકવામાં આવ્યા છે. સુરત શહેરમાં પણ પોલીસ તંત્રમાં બદલાવ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડિયાને સુરત શહેર સેક્ટર-2ના એડિશનલ પોલીસ કમિશનર તરીકે અને કરનરાજ વાઘેલાને સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ બદલીના દોરમાં અનેક સિનિયર અધિકારીઓના કાર્યક્ષેત્રમાં પણ ફેરફાર થયો છે:
શમશેર સિંઘ (1991): તેમને ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમ ગાર્ડ્સ (અમદાવાદ) તરીકે મહત્વની નિમણૂક આપવામાં આવી છે.
અશોક કુમાર (2003): રાજકોટ રેન્જ IGP થી બદલી કરી તેમને ગાંધીનગર ખાતે IGP, CID (ઇન્ટેલિજન્સ) ની જવાબદારી સોંપાઈ છે.
મકરંદ ચૌહાણ (2007): તેમને IGP ગ્રેડમાં પ્રમોશન આપીને હવે DIGP (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વાબાંગ જામીર (1999): સુરતથી તેમની બદલી કરવામાં આવી છે, જોકે હાલ તેમને કોઈ ચોક્કસ પોસ્ટ આપવાને બદલે 'વેઇટિંગ ફોર પોસ્ટિંગ' માં રાખવામાં આવ્યા છે.






