Home International 3 People Shot Including Tourist After Teen Gunman Opens Fire In Times Square

Opens Fire in Times Square : ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર અંધાધૂંધ ફાયરિંગમાં 3 લોકોને ગોળી વાગી, ફાયરિંગ કરનાર કિશોરને ઝડપી લેવાયો

Opens Fire in Times Square
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 10, 2025, 04:34 AM IST

Opens Fire in Times Square: અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં આવેલાં વર્લ્ડ ફેમસ ટાઈમ્સ સ્ક્વેર પર એક સગીર દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી. આ ઘટનાને પગલે સમગ્ર અમેરિકામાં હડકંપ મચી ગયો છે.

એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ શનિવારે ન્યૂ યોર્ક શહેરના ટાઇમ્સ સ્ક્વેર પર ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ ગોળીબાર એક કિશોર દ્વારા કરવામાં આવ્યો હતો. ફાયરિંગની આ કમનસીબ ઘટનામાં નિર્દોષ પ્રવાસીઓને પણ ભોગ બનવાનો વારો આવ્યો છે. ફાયરિંગની આ ઘટનામાં 3 લોકોને ગોળી વાગી છે. જેમાં ટુરિસ્ટનો પણ સમાવેશ થાય છે.

આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 1:20 વાગ્યે બની હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર કથિત વીડિયોમાં લોકો ઘટનાસ્થળેથી ભાગી રહ્યા છે અને પોલીસ વિસ્તારને ઘેરી રહી છે અને ઘાયલ લોકોની સારવાર કરી રહી છે.

એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી.

ફાયરિંગના તુરંત બાદ પોલીસે હથિયારધારી ટીનએજર્સ એટલેકે, એક કિશોરને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. કિશોરે કેમ ફાયરિંગ કર્યું? તેના મગજમાં શું ચાલી રહ્યું હતું? શું આ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ તો નથી ને? આ તમામ પાસાઓ પર હવે સુરક્ષા એજન્સીઓ વિગતવાર તપાસ કરશે. ગણતરીના કલાકોમાં તપાસ એજન્સીઓ આ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને પ્રસ્થાશનને સોંપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now