Home International 29 More Palestinians Killed In South Gaza Netanyahu Said Our Goal Is The Elimination Of Hamas

દક્ષિણ ગાઝામાં વધુ 29 પેલેસ્ટિનિયનોના મોત : નેતન્યાહૂએ કહ્યું- 'અમારું લક્ષ્ય હમાસનો ખાત્મો અને બંધકોને મુક્ત કરવાનું છે'

દક્ષિણ ગાઝામાં વધુ 29 પેલેસ્ટિનિયનોના મોત
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 05:42 PM IST

ગુરુવારે દક્ષિણ ગાઝામાં ઇઝરાયલી સેનાના હવાઈ હુમલા અને ગોળીબારમાં ઓછામાં ઓછા 29 પેલેસ્ટિનિયનો માર્યા ગયા. સ્થાનિક હોસ્પિટલો અનુસાર દક્ષિણ શહેર ખાન યુનિસમાં નાસેર હોસ્પિટલે જણાવ્યું હતું કે મૃતકોમાંથી 12 એવા હતા જેઓ યુએસ-ઇઝરાયલી સમર્થિત ખાનગી કોન્ટ્રાક્ટરના સહાય વિતરણ સ્થળ નજીક મદદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મારું લક્ષ્ય હમાસનો નાશ છે.

નેતન્યાહૂએ કહ્યું કે અમારું લક્ષ્ય ગાઝા પર કબજો કરવાનો નથી

બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય ગાઝા પટ્ટી પર કબજો કરવાનો કે તેને ઇઝરાયલ સાથે મર્જ કરવાનો નથી. પરંતુ હમાસનો સંપૂર્ણ નાશ કરવાનો અને બંધકોને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ આ યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માંગે છે. વડા પ્રધાન નેતન્યાહૂએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું "અમે ગાઝાને બિન-લશ્કરી ક્ષેત્ર બનાવવા માંગીએ છીએ. અમારું લક્ષ્ય કાયમી શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે જમીન પર કબજો કરવાનો નથી."

ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા છે. જોકે ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશને હજુ સુધી હુમલા કે ગોળીબાર અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જ્યારે ઇઝરાયલી સેનાએ આરોપ લગાવ્યો છે કે હમાસ નાગરિક વિસ્તારોમાં તેની પ્રવૃત્તિઓ ચલાવે છે.

સેના અને નેતન્યાહૂ વચ્ચે મતભેદો

ઇઝરાયલી સેનાના વડા જનરલ ઇયાલ ઝમીરે ચેતવણી આપી છે કે આ કાર્યવાહી બંધકો માટે ખતરો ઉભો કરી શકે છે અને પહેલાથી જ થાકેલી ઇઝરાયલી સેના પર વધારાનું દબાણ લાવશે. ઇઝરાયલી મીડિયા આને સેના અને નેતન્યાહૂ વચ્ચેના મતભેદ તરીકે જોઈ રહ્યું છે. આ ઉપરાંત બંધકોના પરિવારો અને સામાન્ય નાગરિકોએ પણ નેતન્યાહૂની આ યોજનાનો વિરોધ કર્યો છે.

બંધકોના પરિવારોનો સંદેશ

બંધકોના પરિવારોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને નેતન્યાહૂ પર દબાણ લાવવા અપીલ કરી. જેથી યુદ્ધ બંધ કરી શકાય અને તેમના પ્રિયજનોના જીવ બચાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video
નેપાળમાં રાજકીય ભૂકંપ
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?