Home International 24 Year Old Russian Actress Swept Away In Thailand

અભિનેત્રી સાથે થઈ અનહોની! : થાઇલેન્ડમાં 24 વર્ષની અભિનેત્રીનું યોગા કરવા દરમિયાન મોત, દરિયાના પ્રચંડ મોજાએ લીધો અભિનેત્રીનો જીવ

અભિનેત્રી સાથે થઈ અનહોની!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2024, 07:17 AM IST

યોગા જીવન આપે છે પરંતુ જોખમી જગ્યાે યોગા કરવાના ચક્કરમાં અનેક વખત લોકોને પોતાનો જીવ ખોવાનો વારો આવે છે. આવી જ ઘટના થાઇલેન્ડમાં બની. જ્યાં દરિયા પાસે ભેખડ પર યોગા કરવાના ચક્કરમાં યુવતીએ જીવ ગુમાવ્યો. રશિયાના નોવોસિબિર્સ્કની 24 વર્ષીય અભિનેત્રી કામિલા બેલ્યાત્સ્કાયા થાઈલેન્ડના કોહ સમુઈમાં એક ખડક પર યોગ કરી રહી હતી. જે દરમિયાન પ્રચંડ મોજામાં તણાઇ જતાં મહત્વાકાંક્ષી અભિનેત્રીએ જીવ ખોવાનો વારો આવ્યો છે. 

થાઇલેન્ડના સ્થાનિક સમાચાર માધ્યમો અનુસાર અભિનેત્રી કારમાં બેસીને  કોહ સમુઈના દરિયા કિનારે પહોંચી હતી. જયાં ભેખડ પર યોગા મેટ સાથે વ્યુ પોઇન્ટની નીચે એક ખડકાળ વિસ્તારમાં ઉતરી હતી. આ એ વિસ્તાર હતો જ્યાં લોકોને જવાની મનાઇ હતી. છતાં અભિનેત્રીએ ત્યાં ઉતરી યોગાસન કર્યા હતા. જોકે અચાનક એક શક્તિશાળી મોજુ અભિનેત્રીને તાણી ગયું. સમગ્ર ઘટના વ્યુ પોઇન્ટ પર સ્થિત લોકોએ કેમેરામાં કેદ કરી હતી. પ્રચંડ મોજામાં ખેંચાયેલી અભિનેત્રીએ બચવાની કોશીશ કરી હતી. જો કે દરિયામાં ભારે કરંટના કારણે કામિલાનો જીવ બચી શક્યો ન હતો. ઘટનાના લગભગ 15 મિનિટ બાદ રેસ્ક્યૂ ટીમ આવી પહોંચી હતી. જે બાદ અભિનેત્રીના મૃતદેહની શોધખોળ કરી કબજો લેવામાં આવ્યો હતો. થાઇલેન્ડમાં અભિનેત્રીના આઘાતજનક મોત બાદ રશિયામાં અભિનેત્રી કામિલા બેલ્યાત્સ્કાયાના ફેન્સ ઘેરા આઘાતમાં છે.  




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર
પીએમ મોદીની શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત
'ભારત અન્ય ભાગીદારો જેવું નથી, તે એક ઉભરતી મહાશક્તિ છે'
ઈરાનમાં ક્યારે આવશે સત્તા પરિવર્તન?
યુદ્ધના સંકટ વચ્ચે ભારતે 1000 મેટ્રિક ટન ચોખા આ દેશને મોકલ્યા