logo-img
22nd Installment Of Pm Kisan Yojana Will Be Deposited In Account Before Holi Know On Which Date Money Deposited

ખેડૂતો માટે ખુશખબર : હોળી પહેલા ખાતામાં આવશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો, જાણો કઈ તારીખે જમા થશે ₹2,000

ખેડૂતો માટે ખુશખબર
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 10:30 AM IST

ભારત સરકારની સૌથી લોકપ્રિય અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' (PM-Kisan) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના કરોડો અન્નદાતાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ૨૨માં હપ્તાની ચુકવણી માટે કૃષિ મંત્રાલયે કમર કસી લીધી છે. ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને આરે છે અને માર્ચની શરૂઆતમાં જ હોળીનો તહેવાર હોવાથી સરકાર ખેડૂતોને આર્થિક ભેટ આપવાની તૈયારીમાં છે. અગાઉ 21મો હપ્તો 19 નવેમ્બર, 2025ના રોજ ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક જમા કરવામાં આવ્યો હતો. હવે નિયમ મુજબ ચાર મહિનાનો ગાળો પૂર્ણ થતા હોવાથી આગામી હપ્તો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો, તો અમે તમને હપ્તો ક્યારે આવશે અને સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ વિગત જણાવીશું.

ક્યારે આવશે 22મો હપ્તો? જાણો સંભવિત તારીખ

કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, 22માં હપ્તાની ડેટા પ્રોસેસિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ વર્ષે હોળી 4 માર્ચ, 2026ના રોજ છે, તેથી સરકારનો પ્રયાસ છે કે, તહેવાર પહેલા જ ખેડૂતોના ખિસ્સામાં પૈસા પહોંચી જાય. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, 1 થી 3 માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિમોટનું બટન દબાવીને સીધા બેંક ખાતામાં (DBT દ્વારા) ૨૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.

,

કોઈને રૂ.2,000 તો કોઈને મળશે રૂ.4,000!

આ વખતે ઘણા ખેડૂતોને બમણો લાભ મળી શકે છે. જે ખેડૂતોને કોઈ ટેકનિકલ કારણોસર કે દસ્તાવેજોની ખામીને લીધે 21મો હપ્તો મળ્યો નહોતો, પરંતુ હવે તેમણે તમામ સુધારા કરી લીધા છે, તેમને આ વખતે રૂ.4,000 (21મો + 22મો હપ્તો સાથે) મળી શકે છે. જોકે, આ માટે લેન્ડ સીડિંગ અને ઈ-KYC જેવી શરતો પૂર્ણ હોવી અનિવાર્ય છે.

હપ્તો મેળવવા માટે આ ૩ કામ કરવા ખૂબ જરૂરી છે

સરકારે છેતરપિંડી રોકવા માટે નિયમો કડક કર્યા છે. જો તમારા આ ત્રણ કામ બાકી હશે તો હપ્તો અટકી શકે છે: 1. e-KYC: પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી અથવા બાયોમેટ્રિક દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરો. 2. લેન્ડ સીડિંગ (Land Seeding): તમારા જમીનના દસ્તાવેજો પોર્ટલ પર રજિસ્ટર્ડ હોવા જોઈએ. 3. આધાર લિંક્ડ બેંક એકાઉન્ટ: તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને તેમાં DBT સુવિધા ચાલુ હોવી જોઈએ.

ઘેર બેઠા આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ

તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં તે જાણવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.

  • હોમ પેજ પર 'Farmer Corner' સેક્શનમાં જાઓ અને 'Beneficiary Status' પર ક્લિક કરો.

  • તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો.

  • કેપ્ચા કોડ નાખીને 'Get Data' પર ક્લિક કરો.

  • અહીં તમે જોઈ શકશો કે તમારું e-KYC અને લેન્ડ સીડિંગ 'Yes' છે કે 'No'.

ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાનું મહત્વ

આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક ₹૬,૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળે છે. આ રકમ ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતીના અન્ય નાના ખર્ચાઓમાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. અત્યાર સુધીમાં સરકાર લાખો કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી ચૂકી છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now