Home Sports 2027 Virat Kohli Spoke To The Selectors Before The Second Odi

IND vs SA; બીજી ODI પહેલા Virat Kohli એ સિલેક્ટર સાથે કરી વાત! : ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે, શું કોહલી-ગંભીર વચ્ચે સંબંધોમાં મતભેદ?

IND vs SA; બીજી ODI પહેલા Virat Kohli એ સિલેક્ટર સાથે કરી વાત!
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 01:11 PM IST

Virat Kohli spoke to the selectors before the second ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે મેચ માટે રાંચીથી રાયપુર જતી વખતે એરપોર્ટ પર વિરાટ કોહલી BCCI ના સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝા સાથે વાત કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કારણ કે, વિરાટ અને રોહિત શર્મા વિજય હજારે ટ્રોફીમાં રમવાની ચર્ચા છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓ 2027 વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે, પરંતુ ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, તેમને હજુ સુધી કોઈ ખાતરી આપવામાં આવી નથી કે તેઓ વર્લ્ડ કપમાં ટીમનો ભાગ રહેશે.

વિરાટ કોહલી અને પ્રજ્ઞાન ઓઝાની "ગંભીર" વાતચિત

વિરાટ કોહલી અને સિલેક્ટર ઓઝા ગંભીરતાથી વાત કરતા જોવા મળે છે, જ્યારે હેડ કોચ ગૌતમ ગંભીર તેમનાથી 4-5 સીટ દૂર બેઠા છે. જ્યારે બીજા એક વીડિયોમાં, પ્રજ્ઞાન ગંભીર સાથે બેઠો છે, પરંતુ પછી કોહલી તેનાથી દૂર બેઠો છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હેડ કોચ ગૌતમ ગંભીરે રાંચી વનડે પહેલા નેટ્સમાં વિરાટ કોહલી સાથે વાત કરી ન હતી. ટીમમાં મતભેદની ચર્ચા છે. એવા પણ સમાચાર હતા કે, ચીફ સિલેક્ટર અજિત અગરકર ઇચ્છે છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા વિજય હજારે ટ્રોફીમાં રમે. વીડિયોમાં, પ્રજ્ઞાન કોહલીને સાંભળતો જોવા મળે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉત્તમ ફોર્મમાં છે

વિરાટ કોહલી અને રોહિત શર્માએ વનડેમાં સતત બે સેંચુરી ભાગીદારી કરી છે. રાંચી પહેલા, તેઓએ ઓસ્ટ્રેલિયામાં ત્રીજી વનડેમાં સેંચુરી ભાગીદારી કરી હતી. રોહિતે સેંચુરી ફટકારી હતી અને વિરાટ હાફ-સેંચુરી પર નોટઆઉટ રહ્યો હતો. રાંચીમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં, તેઓએ બીજી વિકેટ માટે સેંચુરી ભાગીદારી પણ કરી હતી, જેમાં વિરાટ કોહલીએ 135 અને રોહિતે 57 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સે ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરતી વખતે 349 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી હતી. ભારતે પ્રથમ વનડે 17 રનથી જીતીને ત્રણ મેચની સીરિઝમાં 1-0 થી આગળ છે. બીજી વનડે 3 ડિસેમ્બર, બુધવારના રોજ રાયપુરમાં રમાશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 1 વાગ્યે થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now