Home Automobile 2025 Bajaj Pulsar 220f Launched Features Price Details

Bajaj Pulsar 220F : નવા અવતારમાં આવી ગઈ ભારતની સૌથી વધુ લોકપ્રીય બાઈક

Bajaj Pulsar 220F
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 05:15 PM IST

બજાજ ઓટોની લોકપ્રિય મોટરસાયકલ બજાજ પલ્સર 220F હવે નવા અંદાજમાં ભારતીય બજારમાં ધૂમ મચાવવા તૈયાર છે. કંપનીએ આ બાઈકના 2025 ના મોડેલને અપડેટ કરીને ડીલરશીપ પર મોકલવાનું શરૂ કરી દીધું છે. બજાજની આ બાઈક વર્ષોથી યુવાનોની પહેલી પસંદ રહી છે અને હવે તેમાં નવા ટેકનોલોજીકલ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે જે રાઈડિંગના અનુભવને વધુ બહેતર બનાવશે.

નવા મોડેલની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલું ફુલ્લી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. જૂના એનાલોગ મીટરની જગ્યાએ હવે રાઈડર્સને આધુનિક ડિસ્પ્લે મળશે. આ નવી સ્ક્રીનમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીની સુવિધા પણ આપવામાં આવી છે જેથી મોબાઈલ સાથે કનેક્ટ કરી શકાય છે. આ ઉપરાંત ટર્ન બાય ટર્ન નેવિગેશન જેવી સુવિધાઓ પણ હવે આ બાઈકમાં જોવા મળશે જે લાંબી મુસાફરીમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

બાઈકના લુકમાં પણ કંપનીએ ફેરફાર કર્યા છે. નવા ગ્રાફિક્સ અને આકર્ષક કલર સ્કીમ સાથે આ બાઈક વધુ સ્પોર્ટી દેખાઈ રહી છે. સુરક્ષાના મામલે પણ બજાજે ધ્યાન આપ્યું છે અને હવે આ બાઈકમાં ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ આપવામાં આવી છે. એન્જિનની વાત કરીએ તો તેમાં કોઈ મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ બાઈકમાં તે જ વિશ્વસનીય 220ccનું ઓઈલ કૂલ્ડ એન્જિન મળશે જે જબરદસ્ત પાવર અને પર્ફોર્મન્સ માટે જાણીતું છે.

કિંમતની વાત કરીએ તો નવા ફીચર્સ અને અપડેટ્સને કારણે જૂના મોડેલ કરતા ભાવમાં થોડો વધારો જોવા મળી શકે છે. જોકે કંપનીએ સત્તાવાર રીતે કિંમતની જાહેરાત કરી નથી પરંતુ ડીલરશીપ પર બાઈક પહોંચવાનું શરૂ થઈ ગયું હોવાથી ટૂંક સમયમાં જ તેનું વેચાણ શરૂ થશે. ઓટોમોબાઈલ એક્સપર્ટ્સ માને છે કે આ નવા અપડેટ્સ સાથે પલ્સર 220F માર્કેટમાં ફરી એકવાર પોતાની પકડ મજબૂત બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now