Home International 20 May History Vasco Da Gama Clinical Trials Day

આજે 20 મે : આંતરરાષ્ટ્રીય ક્લિનિકલ ટ્રાયલ દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

20 May History, Vasco da Gama, Clinical Trials Day
Published by: Vishal Dave
Last Updated: May 20, 2026, 02:30 AM IST

ઇતિહાસના પાનાઓમાં 20 મેની તારીખ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ માટે યાદ કરવામાં આવે છે. આ જ દિવસે પોર્ટુગીઝ ખલાસી વાસ્કો દ ગામા પ્રથમ વખત ભારત પહોંચ્યો હતો, જેના કારણે ભારત અને યુરોપ વચ્ચેના સમુદ્રી વેપારનો નવો માર્ગ ખુલ્યો હતો. ઉપરાંત આજે ‘ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ ડે’ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે, જે આધુનિક મેડિકલ સંશોધન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

20 મેના દિવસે બનેલી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

ઇતિહાસ મુજબ વર્ષ 1498માં વાસ્કો દ ગામા સમુદ્રી માર્ગે ભારત પહોંચ્યો હતો. આ ઘટનાએ વિશ્વ વેપાર અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો.

વર્ષ 1293માં જાપાનના કામાકુરામાં આવેલા વિનાશક ભૂકંપમાં અંદાજે 30 હજાર લોકોનાં મોત થયા હતા. 1310માં બંને પગ માટે અલગ અલગ બુટ બનાવવાની શરૂઆત થઈ હતી.

વર્ષ 1378માં દક્ષિણ ભારતના દક્કન પ્રદેશના શાસક બહમની સુલ્તાન દાઉદની હત્યા કરવામાં આવી હતી. જ્યારે 1677માં છત્રપતિ શિવાજી મહારાજાએ જિંગીનો કિલ્લો જીત્યો હતો.

આધુનિક ઇતિહાસમાં પણ 20 મે અનેક કારણોસર મહત્વપૂર્ણ રહ્યો છે. વર્ષ 1995માં રશિયાએ માનવરહિત અવકાશ યાન ‘સ્પેક્ટર’નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. 2003માં પાકિસ્તાને આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન પર પ્રતિબંધ મૂક્યો હતો.

વર્ષ 2011માં ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે મધ્યપ્રદેશના બીનામાં બનેલી વિશાળ ઓઇલ રિફાઈનરી દેશને સમર્પિત કરી હતી. એ જ વર્ષે ઝારખંડની પર્વતારોહક પ્રેમલતા અગ્રવાલે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી વયસ્ક ભારતીય મહિલા તરીકે ઇતિહાસ રચ્યો હતો.

આજે ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ ડે

દર વર્ષે 20 મેના રોજ ‘ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ ડે’ ઉજવવામાં આવે છે. આ દિવસ મેડિકલ ક્ષેત્રમાં થતા ક્લિનિકલ ટ્રાયલ્સના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે.

ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન નવી દવાઓ, સારવાર પદ્ધતિઓ અથવા સપ્લિમેન્ટ્સનું પરીક્ષણ કરવામાં આવે છે જેથી તેની અસરકારકતા અને સલામતી જાણી શકાય.

આ દિવસની શરૂઆત સ્કોટિશ ડૉક્ટર જેમ્સ લિન્ડ દ્વારા 1747માં કરવામાં આવેલા પ્રથમ રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલની યાદમાં કરવામાં આવી હતી. આજના સમયમાં ક્લિનિકલ ટ્રાયલ મેડિકલ સંશોધન અને જીવ બચાવતી નવી દવાઓ વિકસાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

20 મેના રોજ જન્મેલા પ્રખ્યાત લોકો

20 મેના દિવસે અનેક જાણીતી હસ્તીઓનો જન્મ પણ થયો હતો.

વર્ષ 1977માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાનો જન્મ થયો હતો. 1941માં સિંગાપોરના બીજા વડાપ્રધાન ગોહ ચોક ટોંગનો જન્મ થયો હતો.

પ્રખ્યાત હિન્દી કવિ સુમિત્રાનંદન પંતનો જન્મ વર્ષ 1900માં થયો હતો. જ્યારે ભારતીય સેનાના બહાદુર શહીદ પીરુ સિંહનો જન્મ વર્ષ 1918માં થયો હતો.

20 મેના રોજ અવસાન પામેલા મહાનુભાવો

આજના દિવસે ઇન્દોરના હોલકર વંશના સ્થાપક મલ્હારરાવ હોલકરની પુણ્યતિથિ પણ મનાવવામાં આવે છે. તેમનું અવસાન વર્ષ 1766માં થયું હતું.

તે ઉપરાંત ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગત્યના નેતા વિપિન ચંદ્ર પાલનું અવસાન વર્ષ 1932માં થયું હતું.

પ્રખ્યાત માનવશાસ્ત્રી અને નારીવાદી વિદ્વાન લીલા દુબેનું અવસાન વર્ષ 2012માં થયું હતું. જ્યારે ચંપારણ સત્યાગ્રહના અગ્રણીઓમાંના એક રાજકુમાર શુક્લનું નિધન વર્ષ 1929માં થયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now