Home International 15 Kg Silver Slab Was Seen Being Sold On The Street Like Potatoes And Tomatoes In Chinas Shuibei Jewelry Market

અહીં બટાકા-ટામેટાની જેમ વેચાઈ રહી છે ચાંદી : ખરીદવા માટે લોકોની ભારે ભીડ, જાણો કારણ

અહીં બટાકા-ટામેટાની જેમ વેચાઈ રહી છે ચાંદી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 12:33 PM IST

China Silver Market Viral Video: અવારનવાર પોતાના કારનામાને લઈને ચર્ચામાં રહેતું ચીને ફરી એકવાર લોકોને આશ્ચર્યચક્તિ કર્યા છે. ચીનની ગલીઓમાં એક અદ્ભુત અને વિચિત્ર નજારો સામે આવ્યો છે. જેમાં લોકો શાકભાજીની જેમ ચાંદીની ભારે બ્લોક્સ બટાકા ટામેટાની જેમ વેચતા અને ખરીદતા જોવા મળી રહ્યા છે. શેન્ઝેનના લુઓહુ ડિસ્ટ્રિક્ટમાં આવેલો શુઇબેઈ વિસ્તાર ચીનનું સૌથી મોટું ગોલ્ડ અને જ્વેલરી ટ્રેડિંગ હબ છે. અહીં દેશભરના જ્વેલરી ઉત્પાદકો, હોલસેલ ટ્રેડર્સ અને મોટા રોકાણકારો સોનું-ચાંદી ખરીદે છે. દરરોજ ટનના હિસાબે ફિઝિકલ ગોલ્ડ અને સિલ્વરની ખરીદી-વેચાણ થાય છે. 15 કિલોની SGE સ્ટાન્ડર્ડ સિલ્વર સ્લેબ અહીં સામાન્ય છે, પરંતુ તેનો વીડિયો વાયરલ થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા છે. આ સ્લેબ્સ મોટા ટ્રેડર્સ અને કંપનીઓ માટે હોય છે, જેને જ્વેલરી બનાવવા કે રોકાણ માટે વાપરવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર,ચીનના શેન્ઝેનમાં આવેલા શુઇબેઈ જ્વેલરી માર્કેટમાં 15 કિલો વજનની ચાંદીની સ્લેબ રસ્તા પર બટાકા-ટામેટાની જેમ વેચાતી જોવા મળી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ માત્ર એક વાયરલ વીડિયો નથી, પરંતુ ચીનના વિશ્વના સૌથી મોટા ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ હબની વાસ્તવિકતા દર્શાવે છે. આ વીડિયો દુનિયાભરમાં ચાંદીના ભાવ અને ચીનના પ્રેશિયસ મેટલ માર્કેટની ચર્ચા વધારી રહ્યો છે.

SGE સિલ્વર સ્લેબ શું છે?

SGE એટલે Shanghai Gold Exchange – ચીનની સત્તાવાર અને નિયમિત કોમોડિટી એક્સચેન્જ. SGE સ્ટાન્ડર્ડ સિલ્વર સ્લેબની શુદ્ધતા સામાન્ય રીતે 99.9% હોય છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળેલી છે. આ સ્લેબ્સ રોકાણ, જ્વેલરી ઉત્પાદન અને ઔદ્યોગિક ઉપયોગ માટે વપરાય છે. 15 કિલોની આવી સ્લેબ રિટેલ ગ્રાહકો માટે નહીં, પરંતુ મોટા વેપારીઓ અને કંપનીઓ માટે હોય છે.

15 કિલોની સ્લેબ કેમ છે મહત્વની?

આવી મોટી સિલ્વર સ્લેબ્સ ચીનમાં ફિઝિકલ સિલ્વર ટ્રેડના વિશાળ સ્કેલને દર્શાવે છે. જ્યારે દુનિયા ડિજિટલ રોકાણની વાત કરે છે, ત્યારે શુઇબેઈ જેવા માર્કેટ બતાવે છે કે, વાસ્તવિક ધાતુની માંગ હજુ પણ મજબૂત છે. આ વીડિયો માત્ર વાયરલ નથી, પરંતુ ચીનના મજબૂત જ્વેલરી અને સિલ્વર ટ્રેડ સિસ્ટમની ઝલક આપે છે. ચીનનું આ માર્કેટ એશિયા સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનને પણ પ્રભાવિત કરે છે.

આ વાયરલ વીડિયો સોનું-ચાંદીને માત્ર જ્વેલરી નહીં, પરંતુ ગંભીર રોકાણ તરીકે જોવા માટે પ્રેરણા આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now