Home Sports 14 Year Old Vaibhav Suryavanshi Creates History In Vijay Hazare Trophy

14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીમાં રચ્યો ઇતિહાસ : 84 બોલમાં 190 રનની તોફાની ઇનિંગ રમી આ દિગ્ગજ ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

14  વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીમાં રચ્યો ઇતિહાસ
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 08:20 AM IST

Vaibhav Suryavanshi: વિજય હજારે ટ્રોફી2025-26ની શરૂઆતમાં જ બિહારના 14 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટ જગતને ચકિત કરી દીધું છે. અરુણાચલ પ્રદેશ સામેની પ્લેટ ગ્રુપની મેચમાં વૈભવે માત્ર 84 બોલમાં 190 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા. આ ઇનિંગના સ્ટ્રાઇક રેટે 226.19ને પાર કર્યો હતો, જેનાથી બિહારની ટીમે 50 ઓવરમાં 574/6નો વિશાળ સ્કોર બનાવ્યો. વૈભવે આ મેચમાં અનેક રેકોર્ડ્સ તોડ્યા. સૌથી પહેલા તો તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. માત્ર 14 વર્ષ અને 272 દિવસની ઉંમરે તેણે આ સિદ્ધિ હાંસલ કરી, જે અગાઉ પાકિસ્તાનના ઝહૂર એલાહીના નામે હતી.

વૈભવ સૂર્યવંશીએ કેટલા રોકર્ડ તોડયા?

વૈભવે માત્ર 36 બોલમાં સદી પૂરી કરી, જે ભારતીયોમાં બીજી સૌથી ઝડપી આ રેકોર્ડ અગાઉ અનમોલપ્રીત સિંહના નામે હતો, જેમણે 35 બોલમાં સદી ફટકારી હતી. સૌથી મોટી વાત એ છે કે વૈભવે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ એબી ડી વિલિયર્સનો 10 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. ડી વિલિયર્સે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૬૪ બોલમાં 150 રન બનાવ્યા હતા, પરંતુ વૈભવે માત્ર ૫૯ બોલમાં આ માઇલસ્ટોન પાર કરી લીધો. આ સાથે તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રનનો નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો. વૈભવની આ ઇનિંગ તેના લિસ્ટ-એ કરિયરની સૌથી મોટી ઇનિંગ છે અને તેની પહેલી સદી પણ. અગાઉ તેનો સૌથી મોટો સ્કોર માત્ર 71 રનનો હતો.

વૈભવની આક્રમક બેટિંગથી વિરોધી ટીમમાં ડરનો માહોલ

આ મેચમાં વૈભવ ડબલ સેન્ચુરીથી માત્ર 10 રન દૂર રહી ગયો, જેનાથી સંજુ સેમસનનો વિજય હજારેમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરીનો રેકોર્ડ બચી ગયો. જો વૈભવ આઉટ ન થાત તો તે વિશ્વની સૌથી ઝડપી આ પ્રદર્શનથી વૈભવે ફરી એક વાર પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ વર્ષે તેણે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ડેબ્યુ કર્યું હતું અને યુથ ક્રિકેટમાં પણ અનેક રેકોર્ડ્સ બનાવ્યા હતા. આવનારા અંડર-19 વર્લ્ડ કપમાં તેની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ક્રિકેટ નિષ્ણાતો માને છે કે વૈભવ ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે અને તેની આક્રમક બેટિંગથી વિરોધી ટીમોને હંમેશા ડર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now