Home Gujarat 13 August 2025 Weather Updates

ધોધમાર વરસાદની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી : જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે?

ધોધમાર વરસાદની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 02:39 AM IST

હવામાન વિભાગ દ્વારા આજે સવારે 7 વાગ્યે જારી કરાયેલા મોનસૂન વેધર નોટિફિકેશન મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન હળવેથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વિભાગના અનુમાન અનુસાર અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે.

હવામાન વિભાગે નાગરિકોને સલાહ આપી છે કે વરસાદી હવામાનને ધ્યાનમાં રાખીને મુસાફરી દરમ્યાન સાવચેત રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી જરૂરી પૂર્વ સાવચેતી રાખવા અને વીજળી સાથેના વરસાદથી સુરક્ષિત રહેવા વિનંતી કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now