Home Gujarat 12 Year Old Girl Raped In Ahmedabads Vatva

વટવામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ : માસૂમને લાલચ આપી..., પોલીસે આરોપીને દબોચ્યો

વટવામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ
Published by: OBS Bureau
Last Updated: Oct 19, 2025, 08:54 AM IST

અમદાવાદના વટવા વિસ્તારમાં માનવતાને શર્મસાય કરતી જઘન્ય ઘટના સામે આવી છે. 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ધોરણ છમાં અભ્યાસ કરતી સગીરા રોજ સ્કૂલે જતી હતી ત્યારે આરોપી તેની ઉપર નજર રાખતો હતો.

ફરવા લઈ જવાની લાલચ આપી...

આરોપી પ્રફુલ ઉર્ફે પ્રિન્સ ઠાકુરે સ્કૂલ જતા માર્ગમાં સગીરાને અટકાવી અને 100 રૂપિયા આપીને ફરવા લઈ જવાની લાલચ આપી હતી. લાલચમાં આવી ગયેલી સગીરાને પોતાની રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે 27 વર્ષીય આરોપીને દબોચ્યો

ઘટનાની જાણ થતા સગીરાના પરિવારજનો ભયભીત થઈ ગયાં અને તરત વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો અને ત્વરિત કાર્યવાહી શરૂ કરી. 27 વર્ષીય આરોપી ઘટના બાદ પોતાનાં વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો, પરંતુ વટવા પોલીસે આધુનિક ટેક્નોલોજી અને ગુપ્ત માહિતીના આધારે તેને વતન પહોંચે તે પહેલાં જ દબોચી લીધો હતો.

બાળસુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ

આરોપી અગાઉ વટવા વિસ્તારમાં છૂટક મજૂરી કરતો હતો અને સગીરાની અવરજવર પર વોચ રાખતો હતો. આરોપીએ સગીરાની માસૂમિયતનો લાભ ઉઠાવીને આ કૃત્ય કર્યું હતું. હવે વટવા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર સમાજમાં બાળસુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય