Home International 10 Militants Killed Indian Armys Strong Action In Manipur

10 ઉગ્રવાદીઓ ઠાર : મણીપુરમાં ભારતીય સેનાની જબરદસ્ત કાર્યવાહી

10 ઉગ્રવાદીઓ ઠાર
Published by: OBS Bureau
Last Updated: May 15, 2025, 06:42 AM IST

મણિપુરના ચંદેલ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ નજીક ભારતીય સેનાએ ઉગ્રવાદીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખેંગજોય વિસ્તારમાં મળી આવેલી ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા ઓપરેશનમાં આસામ રાઇફલ્સના જવાનો દ્વારા 10 ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

14 મે, 2025ના રોજ શરૂ થયેલા આ ઓપરેશનમાં આસામ રાઇફલ્સના સૈનિકોએ 10 સશસ્ત્ર ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. ઓપરેશન સ્પીયર કોર્પ્સ હેઠળની યુએસ રાઇફલ્સ યુનિટ દ્વારા ચલાવવામાં આવ્યું હતું.

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કાર્યવાહી અંગે માહિતી આપી છે. સેનાના જણાવ્યા મુજબ ચંદેલ જિલ્લાના ન્યૂ સમતાલ ગામ નજીક ઉગ્રવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. આ ગુપ્ત માહિતીના આધારે ચોકસાઇપૂર્વક કાર્યવાહી કરી દીધી.



જાણવા જેવી વિગતો

ઓપરેશન સ્થળ: ખેંગજોય, ચંદેલ જિલ્લા, મણિપુર

સરહદ: ભારત-મ્યાનમાર સરહદ

મૃત્યુ પામેલા ઉગ્રવાદીઓની સંખ્યા: 10

ઓપરેશન તારીખ: 14 મે, 2025

સંચાલક યુનિટ: આસામ રાઇફલ્સ

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે આવું ઓપરેશન જરૂરી બની જાય છે. ઉગ્રવાદી પ્રવૃત્તિઓના દમન માટે આવનારા દિવસોમાં વધુ સઘન શોધખોળ ચાલી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video