Gujarat Cabinet Expansion : ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ યોજાયો, જેમાં 26 મંત્રીઓએ શપથ લીધા. આ વખતે 19 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જ્યારે 6 જૂના મંત્રીઓને પુનરાવૃત્તિ કરીને ફરી તક આપવામાં આવી છે. સાથે સાથે 10 મંત્રીઓને સરકારમાંથી બહાર મુકવામાં આવ્યા છે.
હર્ષ સંઘવી: છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ
યુવા અને લોકપ્રિય નેતા હર્ષ સંઘવીએ આજે ગુજરાતના છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભાજપના યુવા નેતાઓ માટે મોટો સંદેશ છે. સંઘવીએ અગાઉ ગૃહ, રમતગમત અને નશાબંધી વિભાગ સંભાળીને પોતાનું નેતૃત્વ સિદ્ધ કર્યું છે.
કોને કેમ મૂક્યા પડતાં?.
બળવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ વિભાગ સંભાળતા રાજપૂત ઉદ્યોગોના વિકાસમાં ખાસ સફળ રહી નહિં શક્યા
અધિકારીઓ પર પકડનો અભાવ રહેતાં કામકાજમાં અસર થઈ.
રાઘવજી પટેલ
કૃષિ વિભાગમાં કામગીરી કરતી વખતે ખેડૂતોમાં નારાજગી વધી.
મહત્વના નિર્ણયો લેવામાં ધીમું કામકાજ અને પ્રક્રિયામાં મોડું પાડવું તેમના વિરુદ્ધ ગયું
ભાનુબેન બાબરિયા
ટેન્ડરોમાં ગેરરીતિ અંગેના આક્ષેપો
વિભાગીય કામગીરીને લઈ સતત વિવાદો સર્જાયા
મૂળુ બેરા
તેમના પર ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો થઈ.
છાંટણીના માપદંડ પર ખરા નહિં ઉતર્યાં
કુબેર ડિંડોર
ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા
અધિકારીઓ સાથે સતત તણાવના કારણે શાસન પ્રભાવિત થયું
જગદીશ વિશ્વકર્મા
સંગઠનને હવે વધુ જોર આપવા માટે તેઓને સરકારમાંથી હટાવી સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું
કાર્યપદ્ધતિથી સરકાર કરતા સંગઠનમાં વધુ ઉપયોગી માનવામાં આવ્યા
મુકેશ પટેલ
મંત્રી તરીકે કાર્યક્ષમતા નબળી હતી
કામગીરીમાં કોઈ વિશિષ્ટતા દેખાઈ નહિં આવી
ભીખુસિંહ પરમાર
‘Z સ્કેમ’ સહિત તેમની પરિવારજનો (પુત્રો) સંબંધિત વિવાદો ચર્ચામાં રહ્યા.
ઈમેજને નુકસાન પહોંચાડતું માનીને દૂર કર્યા.
બચુ ખાબડ
મનરેગા કૌભાંડમાં તેમના પુત્રોના નામ સાથે કરોડોની ખોટ થયાનો આરોપ.
કુંવરજી હળપતિ
મંત્રીપદ મળ્યું છતાં કાર્યક્ષમતા દેખાડી નહિં શક્યા
શાસકપદની અપેક્ષા મુજબ પ્રભાવિત શાસન ન આપી શક્યા.






