Botad News : બોટાદ જિલ્લાના ગઢડા APMC ખાતે મગફળી વેચવા આવેલા ખેડૂતોની મોટી ભીડ જોવા મળી રહી છે. મગફળીના ખરીદી ભાવ જાહેર થતાં જ ખેડૂતો મોડી રાતથી જ પોતાના વાહનો લઈ બજારમાં પહોંચવા લાગ્યા હતા, જેના કારણે APMC થી ઢસા રોડ તરફ કનૈયા ચોકથી આગળ સુધી વાહનોની 1 કિ.મીથી વધુ લાંબી લાઈનો લાગી ગઈ હતી.
200 જેટલા વાહનોની લાઈન
મગફળી લઈને આવેલા વાહનોમાં ટ્રેક્ટર, ટેમ્પા, છકડો રિક્ષા, પીકઅપ વાન, આઈસર ટ્રક સહિત અંદાજે 200 જેટલા વાહનો સામેલ હતા. લાબી લાઈનના કારણે અનેક કલાકો સુધી ખેડૂતોને પોતાની વારે આવવા રાહ જોવી પડી હતી.
મગફળીની ખરીદી અને હાલાકી બંને શરૂ!
ગઢડા APMC ખાતે મગફળીની ખરીદી સીસીઆઈ દ્વારા 1452 રૂપિયાના ભાવથી શરૂ કરવામાં આવી છે. ભાવ જાહેર થતા જ ખેડૂતો ઉત્સાહિત થયા અને પોતાની મગફળી વહેલી તકે વેચવા માટે રાત્રે જ વાહનો લાઇનમાં મૂકી દીધા હતા.






