logo-img
Urea Fertilizer Will Not Be Available Without Farmer Id Know Complete Registration Process

ખેડૂતો માટે મોટા સમાચાર : હવે આ ડોક્યુમેન્ટ વગર નહીં મળે યુરિયા ખાતર, જાણી લો રજીસ્ટ્રેશનની પૂરી પ્રોસેસ

ખેડૂતો માટે મોટા સમાચાર
Published by: Offbeat Team
| Last Updated: Feb 05, 2026, 09:01 AM IST

Urea Fertilizer Update: જો તમે ખેતી સાથે સંકળાયેલા છો અને નિયમિતપણે ખાતરની ખરીદી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે. ખેતીમાં પારદર્શિતા લાવવા અને ખાતરનો લાભ સીધો જ સાચા ખેડૂતો સુધી પહોંચાડવા માટે હવે 'ડિજિટલ ફાર્મર આઈડી' (Farmer ID) ફરજીયાત બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નવો નિયમ લાગુ થયા બાદ, જે ખેડૂતો પાસે આ યુનિક આઈડી હશે તેમને જ યુરિયા કે અન્ય ખાતરની ખરીદી કરવાની મંજૂરી મળશે.

કેમ લેવાયો આ નિર્ણય? સબસીડીનો સીધો લાભ આપવાનો લક્ષ્ય

કેન્દ્ર સરકાર દ્વારા ખાતર પર કરોડો રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. જોકે, ઘણીવાર ખાતરની કાળાબજારી અથવા બિન-ખેડૂતો દ્વારા તેનો દુરુપયોગ થવાની ફરિયાદો આવતી હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે યુરિયાના વેચાણને 'એગ્રી સ્ટેક' (Agri Stack) સાથે જોડવાનો નિર્ણય લીધો છે. ફાર્મર આઈડી દ્વારા સરકાર એ સુનિશ્ચિત કરશે કે ખાતર માત્ર એ જ વ્યક્તિને મળે જેની પાસે ખેતીની જમીન છે અને જે ખરેખર ખેતી કરે છે.

પાયલટ પ્રોજેક્ટ તરીકે 7 જિલ્લાઓમાં થશે શરૂઆત

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્કીમ સૌપ્રથમ પાયલટ પ્રોજેક્ટ તરીકે દેશના 7 પસંદગીના જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે. આ જિલ્લાઓની પસંદગી એ આધારે કરવામાં આવી છે જ્યાં મહત્તમ ખેડૂતોના ડિજિટલ આઈડી પહેલેથી બની ચૂક્યા છે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે, તો તેને ટૂંક સમયમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ અમલી બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં દેશભરમાં 7.67 કરોડથી વધુ ખેડૂતોના ડિજિટલ ફાર્મર આઈડી બની ચૂક્યા છે.

ફાર્મર ID રાખવાના મુખ્ય ફાયદાઓ

આ ડિજિટલ ઓળખ માત્ર ખાતર ખરીદવા પૂરતી સીમિત નથી, પરંતુ તેના અનેક ફાયદા છે:

  • કાળાબજારી પર રોક: ખાતરનો જથ્થો ખોટા હાથે જતો અટકશે.

  • યુરિયા પર નિયંત્રણ: કોઈ એક ખેડૂત જરૂરિયાત કરતા વધુ યુરિયા ન ખરીદે તેનું ટ્રેકિંગ થશે.

  • સરકારી યોજનાઓનો લાભ: પીએમ કિસાન યોજના, પાક વીમો અને ખાતર સબસીડી મેળવવી સરળ બનશે.

  • ઝડપી વેરિફિકેશન: કાગળિયાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને e-KYC દ્વારા ડેટા સુરક્ષિત રહેશે.

કોણ ખરીદી શકશે યુરિયા ખાતર?

નવા નિયમ મુજબ, યુરિયા ખરીદવા માટે તમારી જમીન તમારા નામે હોવી અનિવાર્ય છે. યુરિયા માત્ર:

  1. વાસ્તવિક ખેડૂતોને મળશે.

  2. ખેડૂત દ્વારા અધિકૃત કરવામાં આવેલી વ્યક્તિને જ વેચી શકાશે.

  3. ખરીદી વખતે ડિજિટલ ફાર્મર આઈડી રજૂ કરવું પડશે.

સ્ટેપ-બાય-સ્ટેપ: કેવી રીતે બનાવવું તમારું ફાર્મર આઈડી?

જો તમારી પાસે હજુ સુધી ફાર્મર આઈડી નથી, તો તમે નીચેની ડિજિટલ પ્રોસેસ દ્વારા તે બનાવી શકો છો:

  1. વેબસાઇટની મુલાકાત: સૌ પ્રથમ રાજ્યના કૃષિ પોર્ટલ અથવા કેન્દ્ર સરકારની PM-Kisan / Agri Stack વેબસાઇટ પર જાઓ.

  2. રજીસ્ટ્રેશન: 'New Farmer Registration' પર ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ ભરો.

  3. e-KYC: તમારા આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કરીને ઓટીપી (OTP) દ્વારા e-KYC પૂર્ણ કરો.

  4. જમીનની વિગતો: તમારા જમીનના દસ્તાવેજો મુજબ સર્વે નંબર અને વિસ્તારની વિગતો સબમિટ કરો.

  5. સંમતિ અને e-Sign: ડેટાના ઉપયોગ માટે સંમતિ આપીને ડિજિટલી સાઈન (e-Sign) કરો.

  6. ID જનરેશન: ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારું યુનિક Digital Farmer ID જનરેટ થશે, જેને તમે ડાઉનલોડ કરી શકશો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now