Home International The Year 2026 Will Be Very Good There Is A Good Sign Of A White Christmas

ખુબ સારું રહેશે 2026નું વર્ષ, મળ્યો White Christmasનો શુભ સંકેત : વિન્ટર સિઝનના પહેલાં જ સ્નો ફોલમાં અમેરિકામાં ચારેય કોર પથરાઈ બરફની સફેદ ચાદર!

ખુબ સારું રહેશે 2026નું વર્ષ, મળ્યો White Christmasનો શુભ સંકેત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 05:01 AM IST

Samir Shukla, Senior Journalist, New Jersey: અમેરિકા સહિતના દુનિયાના ઠંડા પ્રદેશોમાં સ્નો ફોલ એટલેકે, હિમવર્ષા એક સામાન્ય બાબત છે. એમાંય વિન્ટર સિઝનમાં જો ક્રિસમસ પહેલાં એટલેકે, નાતાલના પર્વ પહેલાં સ્નો ફોલ થાય તો તેને વ્હાઈટ ક્રિસમસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંના લોકોમાં એવી માન્યતા છેકે, જે વર્ષે વિન્ટર સિઝનમાં ક્રિસમસ પહેલાં એટલેકે, 25 ડિસેમ્બર પહેલાં સ્નો ફોલ થાય તો તેને ખુબ શુભ સંકેત માનવામાં આવે છે.

ખાસ કરીને યૂએસમાં વર્ષોથી એવી માન્યતા પ્રવર્તમાન છેકે, જો વિન્ટર પહેલાં સ્નો ફોલ થાય તો તે આગામી વર્ષ ખુબ સારું રહેશે તેવા શુભ સંકેતો આપવાનરું હોય છે. આ વર્ષે અમેરિકાના ન્યુજર્સી રાજ્યમાં વિન્ટર સિઝનની શરૂઆતમાં જ ક્રિસમસ પહેલાં અહીં વ્હાઈટ ક્રિસમસની ઉજવણી થઈ રહી છે. હાલ ન્યુજર્સી સહિત અમેરિકાના અનેક રાજ્યોમાં હિમવર્ષાને કારણે બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now