કડી અને વિસાવદરની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાંના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ શૈલેષ પરમારને નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યા સુધી પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસનું પ્રમુખ પદ છોડ્યા બાદ શક્તિસિંહ ગોહિલનો ભાવુક પત્ર લખ્યો હતો.
શક્તિસિંહ ગોહિલે કહ્યું પદ પર હોઈએ અને પરિણામ ન આવી શકે તો પદ પર બેસી રહેવું યોગ્ય નથી. અંતરાત્માના અવાજના કારણે બે પેટા ચૂંટણીના પરિણામ જોયા પછી મેં મારી પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પરથી રાજીનામું આપ્યું છે. પરંતુ આપ સહુની શુભકામનાઓ સાથે વિચારધારા માટે, પક્ષના સંગઠન માટે, પક્ષ માટે, આપણા ગુજરાતીઓના હિત માટે તેમજ દેશના હિત માટે હું ચોક્કસ કામ કરતો રહીશ.
તેમણે વધુમાં કહ્યું કે, જાણી જોઈને તો ક્યારેય ન થાય, પરંતુ અજાણતા મારાથી આપના દિલને કોઈ ઠેસ પહોંચી હોય તો હૃદયપૂર્વક ક્ષમાપ્રાર્થી છું. આપને ખૂબ શુભકામનાઓ. ક્યારેક કોઈ મિત્રોએ ટીકા પણ કરી હશે તો હંમેશા એ ટીકા અમારા હિતમાં હશે, માત્ર સારું-સારું નહીં ક્યારેક આપનું ટીકાત્મક બોલાયેલું સકારાત્મક સમજી અમારી ક્ષતિ સુધારવા પ્રયત્ન કરેલ છે. જેનાથી આખરે ફાયદો અમારો જ થયો છે. એટલે એવા મિત્રોનો પણ આભાર માનું છું કે જેમણે કોઈ-કોઈ સમયે એમને લાગ્યું હશે કે અમારાથી ખોટું થાય છે, તો ટીકા પણ આ બે વર્ષ દરમિયાન કરી હશે, એમનો પણ આભાર માનું છું.
ગુજરાતીઓને અભણ કહેનારા ખડગે પર બગડ્યા 'દાદા': "કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે આવા નિવેદન"






