Home Gujarat Shaktisinh Gohils Big Statement After The Arrest Of Congress Leader

કોંગ્રેસ નેતાની ધરપકડ બાદ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન : ''કોઈપણ જવાબદાર હોય તો...''

કોંગ્રેસ નેતાની ધરપકડ બાદ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 12:24 PM IST

ગુજરાત કોંગ્રેસના શહેર-જિલ્લા પ્રમુખોના નામની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં 10 પૂર્વ ધારાસભ્યો અને એક પૂર્વ સાંસદને પણ પ્રમુખપદ આપવામાં આવ્યું છે. ભાવનગર શહેર કોંગ્રેસની કમાન મનોહરસિંહને સોંપવામાં આવી છે. જ્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી કોળી સમાજના આગેવાન પ્રવિણ રાઠોડને સોંપવામાં આવી છે.

મનરેગા કૌભાંડ અંગે શું કહ્યું
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખના હોદ્દા પરથી આપેલા રાજીનામા અંગે જણાવ્યું હતું કે, પોતાની નૈતિક ફરજના ભાગરૂપે રાજીનામુ આપ્યું છે. હવે કાર્યકર્તા તરીકે કોંગ્રેસ સાથે હંમેશા જોડાઈ રહેશે. જ્યારે મનરેગા કૌભાંડ મામલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોઈપણ જવાબદાર હોય તેની સામે તપાસ કરી, જો દોષિત જણાય તો પગલાં લેવા છૂટ આપી હતી. જોકે ભાજપના મંત્રી હોવા છતાં પદ છોડતાં નથી તેવા આક્ષેપ કર્યા હતા.

ભાવનગર જિલ્લા પ્રમુખની વરણી

ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ (લાલભા) અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડના પદગ્રહણ સમારોહમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ શહેરના શિવશક્તિ હોલ, ક્રેસન્ટ સર્કલ ખાતે યોજાયો હતો. જેમાં પૂર્વ ધારાસભ્યો, આગેવાનો અને શહેર જિલ્લાના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now