Home Gujarat Gopal Italiya Apologize To The Entire Gujarat As Soon As He Took The Oath As A Member Ofthe Assembly

MLA તરીકેની શપથ લેતા જ ગોપાલ ઇટાલિયાએ કેમ માંગી આખા ગુજરાતની માફી? : બે હાથ જોડીને ઇટાલિયાએ પોતાની એક એક ભૂલની કેમ કરી કબૂલાત?

MLA તરીકેની શપથ લેતા જ ગોપાલ ઇટાલિયાએ કેમ માંગી આખા ગુજરાતની માફી?
Published by: OBS Bureau
Last Updated: Jul 16, 2025, 05:00 PM IST

વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા આજે સત્તાવાર રીતે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે જોડાયા છે અને તેમણે પોતાના કાર્યકાળની શરૂઆત શપથવિધિ સાથે કરી હતી. વિસાવદરની પેટા ચૂંટણીમાં જંગી લીડથી જીતનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય બન્યાં બાદ જાહેરમાં માફી માંગી છે.

ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ ભૂતકાળમાં કરેલી ભૂલો બદલ માફી માંગી રહ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે તમે વિશાળ હૃદયથી સૌ માફી આપો એવી આશા રાખુ છું. મારા ભૂતકાળમાં મારા નિર્ણયો કે મારા શબ્દોથી કોઈની લાગ્ણી દુભાઈ હોય કે દુખ લાગ્યું હોય તો તેમને હું બે હાથ જોડીને માફી માંગું છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ 22 દિવસ પછી બુધવારે 16 જુલાઇ ના રોજ નવા ધારાસભ્યો માટે વિધાનસભાના દરવાજા ખુલી ગયા છે અને ગોપાલ ઇટાલિયાએ નિયમિત કાયદેસર પ્રક્રિયા મુજબ શપથ લીધા છે. હવે તેમણે વિધાનસભાના અન્ય સભ્યોની જેમ દર મહિને રૂ. 70,000થી 1,00,000 જેટલો પગાર અને વિવિધ પ્રકારના ભથ્થાઓ જેવી કે ભાડા સહાય, મિનિસ્ટ્રીયલ સહાય, ફોન બિલ અને પ્રવાસ ભથ્થા વગેરેના લાભ મળવા લાગશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now