Home Gujarat Childhood Friend Cry Tears Remembering Rupani

રૂપાણીને યાદ કરી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા બાળપણના મિત્ર! : "વિજયભાઈએ રાજકોટ માટે ઘણું કર્યું, તેમનું ઋણ હું ક્યારેય નહીં ભુલી શકીશ"

રૂપાણીને યાદ કરી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા બાળપણના મિત્ર!
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 10:42 AM IST

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગઈકાલે એટલે કે 12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. આ નિધન બાદ તેમના ખાસ મિત્ર હરિશચંદ્ર જાડેજા યાદ કરતા ભાવુક થઈ ગયા હતા.

વિજય રૂપાણીના મિત્ર હરિશચંદ્ર જાડેજાએ સ્વ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલી પાઠવતા કહ્યું કે, વિજયભાઈ સાથે અમારી ઘણી યાદો જોડાયેલી છે. હું અને વિજયભાઈ 1969માં સાથે આવ્યાં હતા.વિજયભાઈએ મને નાનપણથી જ સાથે રાખ્યો છે. હું હંમેશા તેમની સાથે રાષ્ટ્રભાવનાની જ વાત કરતા હતા. આજે વિજયભાઈ આપણી સાથે નથી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.અમે અનેક ઘટનાઓમાં સાથે રહ્યાં છીએ. મોરબીની હોનારતની ઘટના બની ત્યારે અમે સાથે બસમાં ગયા હતા.સાંજે જ્યારે સેવાકાર્યો કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે બસ પલટી મારી ગઈ હતી. પણ એક પણ વ્યક્તિને લાગ્યું ન હતું.

આ ઘણા કિસ્સા છે કે, જેમાં અમે સાથે રહ્યાં હતાં. જ્યારે મારૂ બાયપાસનું ઓપરેશન કરાવવાનું હતું ત્યારે તેઓ મને અમદાવાદ લઈ ગયા હતા અને તેઓ મારી સાથે જ રહ્યાં હતા. આ વાતને હું ક્યારેય નહીં ભુલી શકું. તેમને મારા માટે બધી જ વ્યવસ્થા કરી આપી હતી. આ ઋણ હું ક્યારેય ભુલી શકીશ નહીં. રાજકોટને રંગીલુ બનાવનાર વિજયભાઈ રૂપાણી જ હતા.રાજકોટમાં ગમે તે ઉતાર ચઢાવ આવે તેવો હંમેશા રાજકોટની સાથે રહ્યાં છે. કોઈ પણ વ્યક્તિ દુખમાં હોય તેની સહાય માટે હંમેશા વિજયભાઈ રૂપાણી પહોંચી જતાં હતા. હરિશચંદ્ર જાડેજા તેમના સાથેની યાદોને પણ તાજી કરી ભાવુક થઈ ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now