Home Sports All Rounder Deepti Sharma Creates History

ઓલરાઉંડર દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ : T20માં 150 વિકેટ લેનારી પ્રથમ ભારતીય બોલર બની

ઓલરાઉંડર દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ
Published by: Offbeat Team
| Last Updated: Dec 27, 2025, 06:00 AM IST

Deepti Sharma Historic Record: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચમાં 8 વિકેટથી જીત મેળવીને પાંચ મેચનીસીરિઝમાં 3-0 ની અજેય આગેવાની લીધી. આ મેચમાં ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ ઝડપીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેણે T20 ઇન્ટરનેશનલમાં 150 વિકેટનો આંકડો પાર કરીને પ્રથમ ભારતીય બોલર (પુરુષ કે મહિલા) તરીકે આ સિદ્ધિ પોતાના નામે કરી. આ સાથે જ દીપ્તિ વિશ્વની સંયુક્ત સર્વોચ્ચ T20I વિકેટ લેનારી બોલર બની ગઈ, જેમાં તેણે ઓસ્ટ્રેલિયાની મેગન શટ સાથે 151 વિકેટનો આંકડો બરાબર કર્યો. વધુમાં, તે મહિલા ક્રિકેટમાં ODI અને T20I બંને ફોર્મેટમાં 150થી વધુ વિકેટ લેનારી પ્રથમ ખેલાડી બની.

ત્રીજી મેચમાં દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ

મેચમાં શ્રીલંકાની ઇનિંગ્સની શરૂઆતમાં જ દીપ્તિએ કપ્તાન ચમારી અટ્ટાપટ્ટુને માત્ર 3 રને આઉટ કરીને પોતાની 149મી વિકેટ લીધી. ત્યારબાદ 14મી ઓવરમાં કવિશા દિલહારી (20 રન)ને કેચ આઉટ કરાવીને તેણે પોતાની150મી T20I વિકેટ પૂરી કરી. અંતમાં માલ્શા શેહાનીને આઉટ કરીને તેણે 151 વિકેટનો આંકડો પાર કર્યો. દીપ્તિની આ સ્પેલ 4.5 ની ઇકોનોમી સાથે અત્યંત કિફાયતી રહ્યો. પુરુષ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ T20I વિકેટ અર્શદીપ સિંહના નામે છે. આમ, દીપ્તિએ પુરુષ અને મહિલા બંનેમાં ભારતીય બોલરોને પાછળ છોડી દીધા.આ જીત સાથે ભારતે શ્રેણીમાં અજેય વધત બનાવી લીધી છે.

કેવું રહ્યું દિપ્તી શર્માનું આંતરરાષ્ટ્રીય કરિયર ?

દીપ્તિ શર્માના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેણે 5 ટેસ્ટ, 121 વનડે અને 131 T20 મેચમાં 20,162 અને 151 વિકેટ લીધી છે. 28 વર્ષીય આ ઓલરાઉન્ડરે તાજેતરમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ટૂર્નામેન્ટની બેસ્ટ પ્લેયર પણ બની હતી. કપ્તાન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. રેણુકા સિંહે પાછા ફરતાં જ 4 વિકેટ ઝડપીને શ્રીલંકાને બેકફૂટ પર ધકેલી દીધી. દીપ્તિની સાથે મળીને ભારતીય બોલરોએ શ્રીલંકાને 20 ઓવરમાં 112/7 પર રોકી દીધું. જવાબમાં શૈફાલી વર્માએ તોફાની બેટિંગ કરીને માત્ર 42 બોલમાં 79 રનની અણનમ પારી રમી. તેણે 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. સ્મૃતિ મંધાના (1 રન) અને જેમિમા રોડ્રિગ્સ (9 રન) વહેલા આઉટ થયા, પરંતુ હરમનપ્રીત કૌર (21*) રન સાથે શૈફાલીએ ભારતને 13.2 ઓવરમાં જ 8 વિકેટથી જીત અપાવી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે