Home Gujarat Ahmedabad Eka Club In Swimming Pool Wall Collapses At

અમદાવાદમાં એકા ક્લબમાં સ્વિમિંગ પૂલની દીવાલ તૂટી : છત્તીસગઢના મંત્રી બાઈટ આપી રહ્યાં હતા ત્યારે 'ધડામ'

અમદાવાદમાં એકા ક્લબમાં સ્વિમિંગ પૂલની દીવાલ તૂટી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 10:12 AM IST

અમદાવાદમાં ફરી એકવાર ડરામણી ઘટના બની છે. મણિનગર વિસ્તારમાં એકા ક્લબ ખાતે સ્વિમિંગ પુલની દિવાલમાં તિરાડ પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અત્રે જણાવીએ કે, એક્કા ક્લબ ખાતે ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત આયુષ ઇન્ડિયા પ્રદર્શનની પાંચમી એડિશન ચાલી રહી હતી, ત્યારે સ્વિમિંગ પૂલની દિવાલમાં તિરાડ પડી હતી. જેમાંથી પાણી લીકેજ થતાં લોકોમાં અફરા તફરી મચી હતી.


પાણી લીકેજ થતા મચી અફરાતફરી 
દીવાલ તૂટી પડતાં પાણી લીકેજ થવા લાગ્યું હતું. તે દરમિયાવ ઘટનાસ્થળે લોકોમાં ભારે ભાગદોડ મચી હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.


દીવાલ તૂટવાનો ભારે અવાજ આવ્યો અને
આ ઘટના ત્યારે બની હતી કે જ્યારે છત્તીસગઢના મંત્રી મીડિયાને બાઈટ આપી રહ્યા હતા, તે દરમિયાન દીવાલ તૂટવાનો ભારે અવાજ આવ્યો હતો, જે બાદ સ્વિમિંગ પૂલનું પાણી ટપકવા લાગું હતું. જે દરમિયાન લોકોમાં ભાગદોડ મચી હતી. જો કે, ઘટનાના પગલે ક્લબની આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો



''સ્વિમિંગ પૂલમાં ખૂબ વધારે પાણી ભરેલું હતું''
ફાયર અધિકારીએ જણાવ્યું કે, ''સ્વિમિંગ પૂલની બાજુની એક દીવાલ ધરાશાયી થઈ, તો બીજી બાજુ દીવાલમાં તિરાડો પડી ગઈ છે, ત્રણથી ચાર ટાઈલ્સ પણ ઊખડી ગઈ છે, સ્વિમિંગ પૂલમાં ખૂબ વધારે પાણી ભરેલું હોવાના કારણે દબાણ આવ્યું હોવાથી દીવાલનો એક તરફનો ભાગ નમી ગયો હોઈ શકે છે''



પોલીસ, ફાયર ટીમ ઘટના સ્થળે
અત્રે જણાવીએ કે, સમગ્ર ઘટનાના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસ, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એકા ક્લબને નોટિસ પાઠવી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now