Home International Zohran Mamdani Wins New York City Mayoral Election

ન્યૂયોર્ક શહેર મેયરપદની ચૂંટણી જીત્યા ઝોહરાન મમદાની : 34 વર્ષની ઉંમર ધરાવતા ઝોહરાને ઇતિહાસ રચ્યો

ન્યૂયોર્ક શહેર મેયરપદની ચૂંટણી જીત્યા ઝોહરાન મમદાની
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 05, 2025, 07:08 AM IST

અહેવાલ: Samir Shukla (Senior Journalist), New Jersey, USA

ઝોહરાન ક્વામે મમદાનીએ ન્યુયોર્ક શહેરની મેયર પદની ચૂંટણી જીતી લીધી છે. તેઓ 1 જાન્યુઆરી 2026થી મેયર તરીકે કાર્યભાર સંભાળશે. સૌથી મહત્વની બાબત એ છે કે ન્યૂયોર્કના ઇતિહાસના સૌથી યુવા મેયર તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે. 19મી સદી પછી ન્યુયોર્કના સૌથી યુવા મેયર તેમજ પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયન મેયર.

ઝોહરાન ન્યુયોર્ક શહેરનાના 111મા મેયર તરીકે ચૂંટાયા છે. ઝોહરાને ભારે મતોના તફાવતથી આ જીત મેળવી. ન્યૂયોર્ક શહેર મેયરની ચૂંટણીમાં 20 લાખથી વધુ મતો પડ્યા જે પોતાનામાં એક ઇતિહાસ છે. ઝોહરાન મમદાનીને 10 લાખ 9 હજાર 470 સાથે 50.40% મત મળ્યા,

જ્યારે તેમની સામે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર એવા એન્ડ્રુ કુઓમોને 41.3% મત સાથે 8 લાખ 34 હજાર 693 મત મળ્યા.

ચૂંટણીની ખાસ વાતો

રેકોર્ડ બ્રેક મતદાન

20 લાખથી વધુ મતદારો

1969 પછીનું સૌથી ઊંચું મતદાન

યુવા અને ઇમિગ્રન્ટ મતદારોનો ભારે ટેકો

જૂનની પ્રાઇમરીમાં પણ મમદાનીએ કુઓમોને હરાવ્યા હતા

કર્ટિસ સ્લીવાએ રાત્રે જ હાર સ્વીકારી લીધી હતી.

ઝોહરાન મમદાનીએ ચૂંટણીમાં જે પ્રમુખ મુદ્દા ઉઠાવ્યા હતા તેમાં,

સસ્તા આવાસો

ધનિકો પર વધુ કર

પબ્લિક ટ્રાન્સપોર્ટ અને બાળ સંભાળ મફત

રેન્ટ-સ્ટેબલાઇઝ્ડ એપાર્ટમેન્ટ્સ માટે ભાડું ફ્રીઝ

પોલીસ વિભાગમા મોટા પાયે સુધારણા

હવે જોવું રહ્યું કે ઝોહરાન મમદાનીએ આપેલા વચનો કેટલા સમયમાં પૂરા કરે છે. ઝોહરાન મમદાનીની આ જીત ડોનાલ્ડ ટ્રમ્પ સામેની જીત મનાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now