પૃથ્વી અનેક રહસ્યો અને ખજાનાથી ભરેલી છે. જેમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ખુબ જ કિંમતી માનવામાં આવે છે. ત્યારે એક કહેવત છે કે જૂનું એટલું સોનું. અમૂક વસ્તુઓ છે જે જૂની થાય તેમ તેની કિંમત ઘટતી જાય. પરંતુ કેટલીક એવી વસ્તુ છે જે જેમ જેમ જૂની થાય તેમ તેમ તેની કિંમત વધતી જાય.
પૃથ્વી પરની સૌથી જૂની વસ્તુ
પૃથ્વી પર માનવ જીવન અબજો વર્ષો પહેલા શરૂ થયું હતું. પરંતુ શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવે છે કે આટલા વર્ષોમાં શું કોઈ એવી વસ્તુ છે જે પૃથ્વી પર સૌથી જૂની છે?. તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોને તાજેતરમાં એક વાદળી ચમકતો ઝિર્કોન ક્રિસ્ટલ મળ્યો છે. જે લગભગ 4.4 અબજ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. પૃથ્વી પોતે 4.54 અબજ વર્ષ જૂની છે. ત્યારે આ પથ્થર પૃથ્વીની સૌથી જૂની વસ્તુની યાદીમાં સૌથી મોખરે આવે છે.
4.39 વર્ષ જૂનું પથ્થર
માહિતી અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સ્ફટિક પૃથ્વી પર શોધાયેલ સૌથી જૂનો પદાર્થ છે. તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં જેક હિલ્સ નામના ખડકમાં મળી આવ્યું હતું. તેની શોધ કર્યા પછી વૈજ્ઞાનિકોએ આ પથ્થર પર સંશોધન કર્યું. જેમાં જાણવા મળ્યું કે તે લગભગ 4.39 વર્ષ જૂનું છે.
કેમ ક્યારેય નથી થતો કોઈ ફેરફાર?
ઝિર્કોન ક્રિસ્ટલ્સ વાસ્તવમાં ઝિર્કોનિયન સિલિકેટના ક્રિસ્ટલ્સ છે. જે વાદળી ચમક ફેંકે છે. તે અબજો વર્ષો સુધી એવું જ રહે છે. એટલું જ નહીં તે ભારે દબાણ અને ઊંચા તાપમાનનો સામનો કરવામાં સક્ષમ છે. જેના કારણે તેમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી.





