Home Sports Zim Vs Sa Wiaan Mulder Now Have Highest Score In Away Test Match Breaks 67 Years Old Record

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડરની ટેસ્ટમાં તોફાની ઈનિંગ : કેપ્ટન બનતા જ ફટકારી ત્રેવડી સદી, 67 વર્ષ જુનો રેકોર્ડ થયો ધ્વસ્ત

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડરની ટેસ્ટમાં તોફાની ઈનિંગ
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 01:17 PM IST

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે સોમવારે બુલાવાયોના ક્વિન્સ સ્પોર્ટ્સ ક્લબમાં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રેવડી સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે. કેપ્ટનશીપની શરૂઆતમાં જ આટલો મોટો રેકોર્ડ બનાવનારો પહેલો ખેલાડી બન્યો છે. મુલ્ડરે પહેલાં જ દિવસે ટેસ્ટ કેપ્ટનશીપનો ડેબ્યૂ પર સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડના ગ્રાહમ ડાઉલિંગનો દાયકાઓ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ડાઉલિંગે 1969માં ક્રાઈસ્ટ ચર્ચમાં ભારત વિરૂદ્ધ કેપ્ટનશીપ હેઠળ પ્રથમ ઈનિંગમાં જ 239 રન બનાવ્યા હતાં.

કેપ્ટન તરીકે સૌથી મોટો સ્કોર
ઓવરનાઈટ સ્કોર 264 નોટ આઉટ સાથે મુલ્ડરે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. બીજા દિવસે 2003માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ગ્રીમ સ્મિથના 277 રનનો રેકોર્ડ તોડ્યો હતો. બાદમાં મુલ્ડરે ત્રેવડી સદી ફટકારી હતી. આ ત્રેવડી સદી તેણે 297 બોલમાં જ પૂરી કરી હતી. આ સાથે તે કેપ્ટન તરીકે સૌથી વધુ ત્રેવડી સદી ફટકારો ટોચનો ખેલાડી બન્યો છે. જ્યારે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનારો સાઉથ આફ્રિકાનો બીજો ખેલાડી બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now