હાલમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, અને ચાલુ સત્ર દરમિયાન ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડનાં રાજીનામા બાદ રાજીકીય માહોલ ગરમાયો છે...આજે Offbeat Explained માં આપણે જાણીશું
Zero Hour એટલે શું ?
Zero Hour એ ભારતીય સંસદની એક અનૌપચારિક પ્રક્રિયા છે, જે લોકસભામાં પ્રશ્નકાળ પછી અને રાજ્યસભામાં પ્રશ્નકાળ પહેલા શરૂ થાય છે. આ સિસ્ટમ 1960 ના દાયકામાં શરૂ થઈ હતી. 'Zero Hour' ભારતીય સંસદનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે સાંસદોને જાહેર હિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ તાત્કાલિક ઉઠાવવાની તક આપે છે. આ સંસદની કાર્યવાહીનો સમય છે જે 'પ્રશ્નકાળ' પછી અને દિવસના નિયમિત કાર્યસૂચિ શરૂ થાય તે પહેલાં શરૂ થાય છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈ ગયુ છે અને આ શબ્દ ફરી એકવાર ચર્ચા છે. ત્યારે આવો સમજીએ 'Zero Hour' શું છે...
Zero Hour શું છે?
શૂન્ય કલાક એ ભારતીય સંસદની એક અનૌપચારિક પ્રણાલી છે, જેની શરૂઆત 1962 માં થઈ હતી. તે સંસદની કાર્યપદ્ધતિના નિયમોમાં નોંધાયેલ નથી, પરંતુ તે સાંસદો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ સમય દરમિયાન, સાંસદો 10 દિવસની અગાઉથી સૂચના આપ્યા વિના જનતા સાથે સંબંધિત મહત્વપૂર્ણ અને અર્જન્ટ મુદ્દાઓ ઉઠાવી શકે છે. અહીં એ જાણવું જરૂરી છે કે સામાન્ય રીતે સંસદમાં કોઈપણ મુદ્દો ઉઠાવવા માટે 10 દિવસ અગાઉથી સૂચના આપવી પડે છે, પરંતુ Zero Hourમાં તે જરૂરી નથી, કારણ કે આ મુદ્દાઓ એટલા મહત્વપૂર્ણ છે કે તેને ટાળી શકાતા નથી.
'Zero Hour' કેમ કહેવામાં આવે છે?
Zero Hour નામ એટલે પડ્યું કારણ કે તે બપોરે 12 વાગ્યે શરૂ થાય છે, જે પ્રશ્નકાળ પછી અને નિયમિત કાર્યવાહી શરૂ થાય તે પહેલાંનો સમય છે. જોકે, 2014 પછી, રાજ્યસભામાં Zero Hourની વ્યવસ્થા થોડી અલગ થઈ ગઈ છે. હવે અહીં, સવારે 11 વાગ્યે જરૂરી ઓફિશિયલ કામ બાદ સૌથી પહેલા Zero Hour શરૂ થાય છે, ત્યારબાદ બપોરે 12 વાગ્યે પ્રશ્નકાળ શરૂ થાય છે. શબ્દકોશમાં 'Zero Hour' નો અર્થ થાય છે 'નિર્ણયની ક્ષણ' અથવા 'નિર્ણાયક ક્ષણ'. અને સંસદીય ભાષામાં તે સમય છે જ્યારે સાંસદો મહત્વના અને અર્જન્ટ મુદ્દાઓ તરફ સરકારનું ધ્યાન દોરે છે. Zero Hourની મહત્તમ અવધિ 30 મિનિટ છે, અને દરેક સાંસદને તેમના મુદ્દાઓ ઉઠાવવા માટે 2-3 મિનિટ મળે છે. જોકે, આ સમયગાળો વધારવો કે નહીં તે સ્પીકર અથવા અધ્યક્ષના વિવેક પર નિર્ભર કરે છે.
Zero Hourની શરૂઆત ક્યારે થઈ?
Zero Hourની શરૂઆત 1962 માં થઈ હતી, જ્યારે સાંસદોને લાગ્યું કે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય મહત્વના કેટલાક તાત્કાલિક મુદ્દાઓ, સંસદમાં તાત્કાલિક ઉઠાવવાની જરૂર છે. તે સમયે સાંસદોએ પ્રશ્નકાળ પછી આવા મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કર્યું, ક્યારેક સ્પીકરની પરવાનગીથી અને ક્યારેક પરવાનગી વિના.
1962 માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન, સંસદનું શિયાળુ સત્ર વહેલું શરૂ થયું, અને પ્રશ્નકાળ સ્થગિત કરવામાં આવ્યો, જેનાથી શૂન્ય અવરની જરૂરિયાત વધી ગઈ. નવમી લોકસભાના સ્પીકર રબી રેએ શૂન્ય અવરની વધુ વ્યવસ્થા કરી. તેમણે Zero Hourને નિયંત્રિત કરવા માટે નિયમો બનાવ્યા, જેથી સાંસદો વધુ વ્યવસ્થિત રીતે મુદ્દાઓ ઉઠાવી શકે અને સંસદનો સમય પણ બચે.
Zero Hour કેવી રીતે કાર્ય કરે છે?
પહેલા નોટિસ આપવામાં આવે છે: સાંસદોએ Zero Hourમાં મુદ્દો ઉઠાવવા માટે તે જ દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં લોકસભાના સ્પીકર અથવા રાજ્યસભાના ચેરમેનને લેખિત નોટિસ આપવાની હોય છે. આ નોટિસમાં મુદ્દાના વિષયવસ્તુ સ્પષ્ટ કરવાની હોય છે.
સ્પીકર/ચેરમેન મુદ્દાઓ પસંદ કરે છે: સ્પીકર અથવા ચેરમેન Zero Hourમાં કયો મુદ્દો ઉઠાવવાનો છે તે નક્કી કરે છે. લોકસભામાં, પ્રાથમિકતાના આધારે દૈનિક ધોરણે 20 મુદ્દાઓ પસંદ કરવામાં આવે છે.
પ્રત્યેક સાંસદને નિશ્ચિત સમય: દરેક સાંસદને 2-3 મિનિટ મળે છે. જો જરૂર પડે તો, સંબંધિત મંત્રી જવાબ આપી શકે છે, પરંતુ મંત્રીઓ માટે Zero Hour માં જવાબ આપવો ફરજિયાત નથી, જેમ કે પ્રશ્નકાળમાં હોય છે.
Zero Hour નું મહત્વ શું છે?
તાત્કાલિક મુદ્દાઓની તત્કાલ નોંધ: Zero Hour સાંસદોને કુદરતી આફતો, આતંકવાદ અથવા નીતિ જાહેરાતો જેવા તાત્કાલિક અને મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવાની તક આપે છે.
સરકારી જવાબદારી: તે સરકારને જાહેર મુદ્દાઓ પર તાત્કાલિક જવાબ આપવા દબાણ કરે છે. જોકે મંત્રીઓ માટે જવાબ આપવો ફરજિયાત નથી, પણ આ મંચ સરકાર પર દબાણ લાવે છે.
લોકશાહીને મજબૂત બનાવવી: Zero Hour સાંસદોને જનતાનો અવાજ સંસદ સુધી પહોંચાડવાની તક આપે છે, જેનાથી લોકશાહી મજબૂત બને છે.
Zero Hour સામે શું ચેલેન્જ છે?
સંસદમાં વિક્ષેપ : ઘણી વખત શૂન્ય કલાકમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડે છે, કારણ કે સાંસદો ભાવનાત્મક અથવા વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવે છે.
મર્યાદિત સમય : 30 મિનિટના સમયગાળામાં બધા સાંસદોને તક આપવી મુશ્કેલ છે, જોકે ક્યારેક તેને લંબાવવામાં પણ આવે છે.
અનૌપચારિક પ્રકૃતિ : કારણ કે આ નિયમ રુલ બુકમાં શામેલ નથી, એટલે તેનો દુરુપયોગ થવાની પણ શક્યતા છે.
આ રીતે, 'Zero Hour' સાંસદોને જનતાનો અવાજ તાત્કાલિક સંસદ સુધી પહોંચાડવાની તક આપે છે. તે લોકશાહીનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે સરકારને જવાબદાર બનાવે છે અને મહત્વપૂર્ણ મુદ્દાઓને સામે લાવે છે. જો કે, તેને વધુ અસરકારક બનાવવા માટે, સમય અને નિયમોને વધુ વ્યવસ્થિત કરવાની જરૂર છે.





