Home Entertainment Yuzvendra Chahal With Rj Mahvash In Champions Trophy 2025 Final Ind Vs Nz Dubai

ફિર એક દિન અપને મહોલ્લે મે ઐશ્વર્યા આઈઈ... : મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા યુઝવેન્દ્ર ચહલ

ફિર એક દિન અપને મહોલ્લે મે ઐશ્વર્યા આઈઈ...
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2025, 06:04 AM IST

ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઈન્ડિયાએ જીતી. સમગ્ર દેશની નજર ભારતીય ટીમના પરફોર્મન્સ પર હતી પરંતુ તેની સાથે ઓડિયન્સમાં બેઠેલા યુઝવેન્દ્ર ચહલે પણ કેમેરા તેમની તરફ કરવા માટે કેમેરામેનને મજબૂર કરી દિધા હતા. કારણ કે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ્સમાં યુઝવેન્દ્ર ચહલ સાથે મેચ નિહાળતા સમયે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. જે ચર્ચાનો વિષય બની ગઈ હતી.

ચહલ દુબઈમાં આરજે મહવાશ સાથે જોવા મળ્યો હતો. તેઓ અગાઉ પણ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. RJ મહાવશે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. ચહલ અને મહવાશ વચ્ચે શું સંબંધ છે તે અંગે બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, સોશિયલ મીડિયા યૂઝર્સે આ પોસ્ટ પર મિશ્ર પ્રતિક્રિયાઓ આપી હતી.



ચહલ-ધનશ્રીના છૂટાછેડાના સમાચાર
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના તાજેતરમાં ડિવોર્સ થયા છે. ત્યારે લોકોને એમ હતુ કે ચહલ કપરા દિવસો પસાર કરી રહ્યો હશે. પરંતુ આ દ્રશ્યો જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા અને બંને સંબંઘો અંગે અટકળો લગાવવા લાગ્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now