'ધ પેરેડાઇઝ'નું નવું ટીઝર: વિક્રમ મલિકના રોલમાં રાઘવ જુયાલનો ખતરનાક લુક!
સાઉથ સિનેમાના 'નેચરલ સ્ટાર' નાની (Nani)ની મોસ્ટ અવેટેડ એક્શન થ્રિલર ફિલ્મ 'ધ પેરેડાઇઝ' (The Paradise)નું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર દ્વારા ફિલ્મ મેકર્સે જાણીતા એક્ટર અને ડાન્સર રાઘવ જુયાલના પાત્રની ધમાકેદાર ઝલક દર્શકો સામે રજૂ કરી છે. ફિલ્મમાં રાઘવ એક ખૂબ જ પાવરફુલ અને ગુસ્સાવાળા અંદાજમાં જોવા મળી રહ્યો છે.
વિક્રમ મલિક તરીકે રાઘવ જુયાલની એન્ટ્રી
ટીઝર વીડિયોમાં રાઘવ જુયાલને 'વિક્રમ મલિક' (Vikram Maalik) નામના એક તીવ્ર અને ખતરનાક પાત્રમાં દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તામાં તેનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક લાવશે તેવું લાગી રહ્યું છે. જદાલ (Jadal)ની દુનિયા પર આધારિત આ ટીઝરમાં શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને એક્શન સીન્સ છે, જે વિક્રમ મલિક અને નાનીના પાત્ર વચ્ચેના જબરદસ્ત મુકાબલા તરફ ઈશારો કરે છે. રાઘવે સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા લખ્યું, "લાંબા ઈંતઝાર બાદ... પેશ હૈ વિક્રમ મલિક!."
આ પણ વાંચો: રાજીવ ભાટિયા કેવી રીતે બન્યા અક્ષય કુમાર? | જાણો બોલિવૂડ સ્ટાર્સના અસલી નામ! | Offbeat Stories
8 ભાષાઓમાં રિલીઝ થશે આ પાન-વર્લ્ડ ફિલ્મ
ડિરેક્ટર શ્રીકાંત ઓડેલા (Srikanth Odela)ના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ખૂબ જ મોટા પાયે તૈયાર કરવામાં આવી રહી છે. રાઘવ જુયાલે આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "શ્રીકાંત ઓડેલાનું વિઝન અદ્ભુત છે, જેમણે અગાઉ સુપરહિટ ફિલ્મ 'દાસરા' બનાવી હતી. આ એક પાન-વર્લ્ડ ફિલ્મ છે, જે માત્ર ભારતીય જ નહીં પરંતુ સ્પેનિશ અને ઈંગ્લિશ જેવી આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ રિલીઝ થશે. નાની જેવા શાનદાર કલાકાર સાથે કામ કરવું એ મારા માટે અહોભાગ્ય છે."
તમને જણાવી દઈએ કે SLV સિનેમાના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ 'ધ પેરેડાઇઝ' કુલ 8 ભાષાઓમાં રિલીઝ થશે, જેમાં Hindi, Telugu, Tamil, English, Spanish, Bengali, Kannada અને Malayalam સામેલ છે.
સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ
આ ફિલ્મમાં લીડ રોલમાં નાનીની સાથે સોનાલી કુલકર્ણી, મોહન બાબુ અને રાઘવ જુયાલ જેવા જાણીતા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એક્શન અને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મ 21 August 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે બિલકુલ તૈયાર છે.





