Shraddha Kapoor : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં પોતાની આગામી બાયોપિક ફિલ્મ 'ઈથા'ને લઈને ભારે ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર હાલમાં જ 'કૉકટેલ 2'ની સાથે રિલીઝ થયું છે અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મ નિર્માણના અંતિમ તબક્કામાં છે અને તે ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ બધી ચર્ચાઓ વચ્ચે શ્રદ્ધા કપૂર અને તેના પરિવારને લઈને એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂર અને તેના પરિવારના 4 સભ્યો હવે એક સાથે નથી રહેતા, પરંતુ અલગ-અલગ ઘરોમાં રહે છે.
શ્રદ્ધા કપૂરનું નવું આલીશાન ઘર
શ્રદ્ધા કપૂર હાલમાં મુંબઈના જુહુ વિસ્તારમાં એક લક્ઝુરિયસ સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે. આ એપાર્ટમેન્ટ પહેલા અભિનેતા ઋતિક રોશન પાસે હતું. શ્રદ્ધાએ પોતાની સુપરહિટ ફિલ્મ 'સ્ત્રી 2'ની શાનદાર સફળતા પછી આ ઘર ભાડે લીધું છે અને ત્યાં શિફ્ટ થઈ ગઈ છે. આ ઘરમાં શ્રદ્ધા મોટે ભાગે એકલી જ રહે છે. શ્રદ્ધાએ આ ઘરને પોતાની પસંદગી મુજબ ફરીથી ડિઝાઇન પણ કરાવ્યું છે, જેમાં તેણે જીમ સ્પેસ ઓછી કરાવી છે. તેના કથિત બોયફ્રેન્ડ અને રાઇટર રાહુલ મોદી પણ અવારનવાર આ ઘરની મુલાકાત લેતા રહે છે.
આ પણ ખાસ વાંચો : એક સિક્રેટ પાર્ટી અને પ્રેમનો અંત : સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુ કેમ અલગ થયા?
પરિવારના અન્ય સભ્યો ક્યાં રહે છે?
વર્ષ 2020માં કોવિડ-19 મહામારી આવી તે પહેલા, કપૂર પરિવારના ચારેય સભ્યો જુહુના એક બીચ-ફેસિંગ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. શ્રદ્ધાના પિતા અને જાણીતા અભિનેતા શક્તિ કપૂર હવે મુંબઈના એક બીજા ઉપનગરમાં અલગ ફ્લેટમાં રહે છે. બીજી તરફ, શ્રદ્ધાની માતા શિવાંગી કપૂરે ગોવામાં પોતાનું બીજું ઘર બનાવ્યું છે અને તે ત્યાં ઘણો સમય વિતાવે છે. શિવાંગી કપૂર ગોવામાં પોતાની બહેનો પદ્મિની કોલ્હાપુરે અને તેજસ્વિની કોલ્હાપુરે સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. આ સિવાય શ્રદ્ધાનો ભાઈ સિદ્ધાંત કપૂર પણ ગોવામાં એક રો-હાઉસ પ્રોપર્ટી ધરાવે છે અને ત્યાં જ રહે છે.
આ પણ ખાસ વાંચો : શોકિંગ વિવાદ બાદ સમય રૈનાના શોની ધમાકેદાર એન્ટ્રી : Netflix અને YouTube પર એકસાથે થશે સ્ટ્રીમ!
શું પરિવારમાં કોઈ ઝઘડો થયો છે?
પરિવારના સભ્યો અલગ રહેતા હોવાથી સોશિયલ મીડિયા પર અણબનાવની અફવાઓ ઉડી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. રિપોર્ટ્સ અનુસાર, કપૂર પરિવાર આજે પણ એકબીજાની ખૂબ કાળજી રાખે છે અને તેમની વચ્ચે ઘણો સારો બોન્ડ છે. દરેક સભ્યએ માત્ર પોતાની પર્સનલ સ્પેસ અને પ્રાઇવસી માટે અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે, જાન્યુઆરી 2025માં શ્રદ્ધા અને તેના પિતા શક્તિ કપૂરે સંયુક્ત રીતે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સની સામે એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જ્યાં હાલમાં કામ ચાલી રહ્યું છે. જોકે, પરિવાર તરફથી આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.





