Home Entertainment Yuzvendra Chahal Dhanashree Varma Divorce Done In Mumbai Family Court

અફવાઓ સાચી પડી : ધનશ્રી-યુઝવેન્દ્રના સત્તાવાર છુટાછેડા

અફવાઓ સાચી પડી
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2025, 04:35 AM IST

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનાશ્રી વર્માના ડિવોર્સની અફવાઓ સાચી સાબિત થઈ છે. કારણ કે કપલ વચ્ચે હવે સત્તાવાર ડિવોર્સ થઈ ચુક્યા છે. મુંબઈ ફેમિલી કોર્ટમાં ડિવોર્સની પ્રોસેસ પૂર્ણ કરી છે. જેનાથી ફેન્સને આઘાત લાગ્યો છે.

ધનશ્રી અને યુઝવેન્દ્રની ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી

કોર્ટમાં હાજર એક વકીલે માહિતી આપી. બંનેએ છૂટાછેડાની અંતિમ સુનાવણી અને તમામ ઔપચારિકતાઓ માટે સવારે 11.00 વાગ્યાથી ફેમિલી કોર્ટમાં હાજર હતા. ન્યાયાધીશે તે બંનેને કાઉન્સેલર પાસે પણ મોકલ્યા હતા, આ સેશન 45 મિનિટ સુધી ચાલ્યું હતું.



ધનશ્રી-યુઝવેન્દ્ર 18 મહિનાથી અલગ રહેતા હતા
"ધનશ્રી અને યુઝવેન્દ્રએ ન્યાયાધીશ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, "હા, તેઓ પરસ્પર સંમતિથી એકબીજાને છૂટાછેડા આપી રહ્યા છે". " અન્ય એક પ્રશ્નના જવાબમાં, બંનેએ ન્યાયાધીશને કહ્યું કે તેઓ 18 મહિનાથી અલગ છે. તમને જણાવી દઈએ કે પરસ્પર સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં દંપતીએ ઓછામાં ઓછું એક વર્ષ એકબીજાથી અલગ રહેવું પડે છે, જે આવા કિસ્સાઓમાં છૂટાછેડાનો આધાર બને છે.



કોમ્પેટિબિલિટીના કારણે થયા છુટાછેડા
ધનશ્રી અને યુઝવેન્દ્રને જ્યારે ન્યાયાધીશે તેમના છૂટાછેડાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કોમ્પેટિબિલિટીનો મુદ્દો ગણાવ્યો. જે પછી ન્યાયાધીશે પોતાનો નિર્ણય આપ્યો અને કહ્યું કે કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે આજથી પતિ-પત્ની બંને નથી રહ્યાં. બાંદ્રાની ફેમિલી કોર્ટમાં સાંજે 4.30 વાગ્યે ચુકાદો સંભળાવ્યો હતો.


તમને જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા યુઝવેન્દ્ર અને ધનશ્રી વર્માના લગ્ન થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે મતભેદ હોવાના અહેવાલો આવી રહ્યા છે. જોકે, આ દંપતીએ ક્યારેય આ વિષયે ખુલીને વાત કરી નહોતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now