Home Sports Yuvraj Singh Returns To Cricket World Champion Player Will Play In This Big Tournament

ક્રિકેટની દુનિયાના જૂના જોગીઓ ફરી ભેગા થશે! : યુવરાજ સિંહની ફરી ક્રિકેટમાં થશે વાપસી! આ મોટી ટૂર્નામેન્ટમાં રમશે વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી

ક્રિકેટની દુનિયાના જૂના જોગીઓ ફરી ભેગા થશે!
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 06:04 AM IST

ભારત માટે શાનદાર ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવનાર દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને કોણ ભૂલી શકે. આ ખેલાડીએ કેવી રીતે T-20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011માં ભારત માટે શાનદાર પ્રદર્શન કરીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. આ ખેલાડીને દુનિયા ભૂલી શકતી નથી. આવી સ્થિતિમાં જ્યારે પણ યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનમાં પરત ફરે છે ત્યારે તેમના ચાહકોમાં ઉત્સાહ વધી જાય છે. હવે ફરી એકવાર સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટના મેદાન પર જોવા મળવાનો છે.

આ ટુર્નામેન્ટમાં જોવા મળશે
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 22 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહી છે. આ લીગમાં ભારત સહિત 6 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારત, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમોના નિવૃત્ત ક્રિકેટરો ભાગ લેશે. યુવરાજ સિંહ પણ આ લીગમાં ભારત તરફથી રમશે. તે સચિન તેંડુલકરની આગેવાની હેઠળના ઈન્ડિયા માસ્ટર્સનો ભાગ બનશે.

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગના સ્થળો નવી મુંબઈ, રાજકોટ અને રાયપુરમાં રાખવામાં આવ્યા છે. ક્રિકેટમાં વાપસી અંગે યુવરાજ સિંહે કહ્યું કે સચિન અને તેમના અન્ય સાથી ખેલાડીઓ સાથે મેદાન પર આવવું એ જૂના દિવસોને ફરી જીવવા જેવું છે. તમારા જૂના સાથી ખેલાડીઓ સાથે રમવું એ જૂની યાદોને તાજી કરવા જેવું છે.

યુવરાજ સિંહ છેલ્લે 2014માં ક્રિકેટ રમ્યો હતો
યુવરાજ સિંહ એક વર્ષ બાદ ફરી મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તે છેલ્લે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ લીગમાં ઈન્ડિયા ચેમ્પિયન્સ માટે રમ્યો હતો. આ લીગમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે ટાઈટલ જીત્યું હતું. ભારતે પાકિસ્તાનને હરાવીને ટાઈટલ મેચ જીતી હતી.

ભારત માટે યુવરાજ સિંહે 40 ટેસ્ટ મેચ રમીને 1900 રન બનાવ્યા છે અને 9 વિકેટ લીધી છે. આ સિવાય આ ખેલાડીએ 304 વનડે મેચ રમીને 8701 અને 111 વિકેટ ઝડપી છે. તેણે 58 T-20 મેચમાં 1177 રન બનાવવા ઉપરાંત 28 બેટ્સમેનોને આઉટ કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now