Home Gujarat Youth Caught Illegally Selling Chinese Lace In Surat

સુરતમાં ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેચાણ કરતો યુવક ઝડપાયો : આરોપી સુરેશ પાટીલ ઝડપાયો, પોલીસે કરી કડક કાર્યવાહી

સુરતમાં ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેચાણ કરતો યુવક ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2025, 08:26 AM IST

Surat Banned Chinese Lace : સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લિંબાયત પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી સુરેશ પાટીલને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાના ઘરે જ છુપા રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો.

ચાઈનીઝ દોરીના કુલ 30 નંગ જપ્ત કરાયા

પોલીસ દરોડા દરમિયાન આરોપી પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ 30 નંગ જપ્ત કરવામાં આવ્યા છે. ચાઈનીઝ દોરીના ઉપયોગથી માનવજીવન અને પક્ષીઓ માટે ગંભીર જોખમ ઉભું થતું હોવાથી તેના વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ છે. તેમ છતાં આરોપી ગેરકાયદેસર રીતે તેનો વેપાર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

લિંબાયત પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચાઈનીઝ દોરી ક્યાંથી લાવવામાં આવી હતી તેમજ અન્ય કોઈ વ્યક્તિ કોણ કોણ વેચાણ કરે છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના વેચાણ સામે કડક સંદેશો ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now