Home Gujarat Young Man Commits Suicide Due To Wifes Torture In Botad

બેંગ્લુરુ બાદ બોટાદમાં પત્નીના ત્રાસથી યુવકનો આપઘાત : વીડિયો બનાવી પત્નીને પાઠ ભણાવવા કરી વિંનતી

બેંગ્લુરુ બાદ બોટાદમાં પત્નીના ત્રાસથી યુવકનો આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2025, 08:09 AM IST

Botad News: બેંગલુરૂમાં એન્જિનિયર અતુલ સુભાષ આપઘાત કેસ બાદ સમગ્ર દેશમાંથી આવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મામલો સામે આવ્યો છે. આ કેસ ગુજરાતના બોટાદમાં બન્યો છે. બોટાદના એક વ્યક્તિએ પોતાની પત્ની પર ત્રાસથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. શખ્સે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમજ પરિવારજનોને વિનંતી કરી છે કે, તેને પાઠ ભણવજો. હાલ તો ગુજરાત પોલીસે શખ્સની પત્ની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શખ્સે આત્મહત્યા પહેલાં બનાવ્યો વીડિયો
બોટાદના ઝમરાળા ગામના 39 વર્ષીય સુરેશ સાથળિયાના લગ્ન બાજુના નવાગામની યુવતિ સાથે થયા હતાં. જો કે, લગ્નના અમુક વર્ષો બાદ બન્ને વચ્ચે ઝઘડાઓ થવાનું શરૂ થઈ ગયા હતા. આખરે પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ વીડિયો બનાવી આપઘાત કરી લીધો છે. પતિએ આપધાત કરતા પહેલાં બનાવેલા વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે, મારી પત્ની કોઈને કોઈ કારણોસર પિયર જતી રહે છે. હું વારંવાર મનાવું છું છતાં તે પરત આવવા માટે તૈયાર નથી થતી. આ વખતે પણ મારી પત્ની ઝઘડો કરીને પિયર જતી રહી હતી. મે અનેકવાર સમજાવ્યું છતાં તે પરત આવવા માટે તૈયાર નહતી. જ્યારે હું તેને લેવા સાસરે ગયો, તો પત્નીએ પાછું આવવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો. તે મને માનસિક ત્રાસ આપે છે અને મારી પત્ની જ મારા મોત માટે જવાબદાર રહેશે. હું પરિવારજનોને વિનંતી કરૂ છું કે, આ માટે મારી પત્નીને પાઠ ભણાવજો.

પરિવારજનોની ફરિયાદના આધારે પોસીસે FIR નોંધી
સુરેશની આત્મહત્યા બાદ પરિવારજનોને તેના ફોનમાંથી આ વીડિયો મળી આવ્યો છે. સુરેશના પિતાએ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે પોતાની વહુ પર દીકરાને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. પરિવારે ફરિયાદ નોંધાવી છે કે, વહુ વારંવાર દીકરા સાથે ઝઘડો કરતી હતી અને પિયરે જતી રહેતી હતી. સુરેશ સાસરે પત્નીને મનાવવા માટે ગયો હતો, પરંતુ તેણે પરત આવવાનો ઈનકાર કરી દીધો. જેનાથી નિરાશ થઈ સુરેશે ઘરે આવી ગળે ફાંસો ખાધો લીધો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now